SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ જૈન ધર્મ ૩. તિર્યક. સમસ્ત જીવ અને પુદ્ગલ આની અંદર જ રહે છે, ઈત્યાદિ લેકનું સ્વરૂપ વિચારવું. ૧૧. બેધિ દુર્લભ ભાવના–બધિ એટલે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ-સમકિત-દર્શન–શ્રદ્ધા આ બધા પર્યાયવાચી શબ્દો છે, જેને વિષય આગળના પ્રકરણમાં છે. આ બોધિ” સભ્યત્વ–શ્રદ્ધા પ્રાપ્ત થવી જ દુર્ધટ-મુશ્કેલ છે. મહાપુણ્ય એકત્રિત થાય ત્યારે આ જીવ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાંથી નીકળીને બે ઈન્દ્રિયવાળો થાય છે. ત્યાંથી અનુક્રમે ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા થાય છે. તેથી પણ જેવી જેવી પુણ્યપ્રકૃતિ વધે છે, તેવા તેવાં આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઊંચું કુળ, સુંદર શરીર વગેરે મળતાં ધર્મશ્રવણ, સન્ત-સમાગમ અને ધિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. બેધિ એ મેક્ષફળને ઉત્પન્ન કરનાર વૃક્ષનું બીજ છે. બીજ સારું હોય તે વૃક્ષ ઊગે અને એ વૃક્ષથી ફળ, ફૂલ ઉત્પન્ન થાય. તે “મને એવી જ રીતે ધિ બીજની પ્રાપ્તિ થાઓ એવી ભાવના કરવી જોઈએ. ૧૨. ધર્મભાવના–ધર્મ” જ સંસારમાં ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ છે, આની અંદર સમસ્ત ધર્મોનો સમાવેશ થાય છે. કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી તીર્થકરે “ધર્મ'નું જે સ્વરૂપ પ્રકટ કર્યું છે તે જ આત્મકલ્યાણને કરાવનાર છે, કેમ કે તે શાંતિને ધર્મ છે, રાગ-દ્વેષને દૂર કરનાર છે. ક્રોધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy