________________
૮૨
જૈન ધર્મ
નિવૃત્તિમાં જે પાંચ કારણ માનવામાં આવ્યાં છે તેમાં કાળ પણ એક કારણ છે. ૧. કાળ, ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. પુરુષાર્થ, ૫ કમ–આ પાંચ કારણથી પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ થાય છે. આનું વર્ણન આગળ આવશે.
કાળની સાથે “અસ્તિકાય” કેમ લગાડ્યો નથી ? તે તો પ્રારંભમાં જ બતાવવામાં આવ્યું છે.
૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાય અને ૫. કાળ–આ પાંચ દ્રવ્યપદાર્થ અજીવતત્ત્વરૂપે માનવામાં આવ્યાં છે. આ પાંચમાં સંપૂર્ણ સંસારના અજીવ પદાર્થોને સમાવેશ થઈ જાય છે.
कोहं च माणं च तहेव
मायं लोभं चउत्थं अज्झत्थदोसा । ક્રોધ, માન, માયા તથા લેભ એ ચાર પ્રકારના આમદોષ છે. (સૂયગડાંગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org