________________
૭.
.< અજીવ’ ' પદાર્થો બતાવ્યા છે, તે શું છે? તેનું સ્વરૂપ શું છે?
૧. ધર્માસ્તિકાય—ધર્મ એટલે અહી', જેનાથી પુણ્ય થાય છે, આત્મકલ્યાણ થાય છે, એ અર્થ નથી સમજવાના. આ સંસારમાં-સ પૂર્ણ લેકાકાશમાં એક એવા પદાર્થ વ્યાપ્ત થઈને રહેલા છે કે જે ગતિ કરનાર જીવે અને ગતિ કરનાર જડ પદાર્થોને સહાયક બને છે. જેમ વૈજ્ઞાનિક લેાકેા ‘ઈથર” નામના એક પદાને માને છે, તે જ પ્રકારે અથવા કંઈક ભિન્નતા રાખનાર એક પદાર્થ આખા લેાકમાં ભરેલા છે; જેની સહાયતાથી જવા અને જડ પદાર્થોની ગતિ થાય છે. માછ્હીમાં જીવ છે, ચાલવા ક્રૂરવાની શિત છે; પરંતુ તેની ગતિમાં પાણી સહાયક છે. પાણીની સહાયતા વિના માલી ચાલી શકતી નથી, એ જ પ્રકારે પ્રત્યેક જીવ અને જડ પદાર્થની ગતિમાં સહાયક આ • ધર્માસ્તિકાય ’ નામના પદાર્થો છે.
જૈન ધમ
C
૨. અધર્માસ્તિકાય—જેમ ગતિ કરવામાં સહાયક ‘ધર્માસ્તિકાય ’ છે, તેવી જ રીતે જીવ અને જડ પદાર્થની સ્થિતિ થવામાં સહાયક આ અધર્માસ્તિકાય ’ નામને પદાર્થ છે. ચાલવામાં, ફરવામાં અને સ્થિર થવામાં જીવ અને જડ પદાર્થ સ્વતંત્ર હોવા છતાં પણ ‘ સહાયક ' તરીકે અન્ય પદાર્થની અપેક્ષા રાખે છે. આ વાત તા વૈજ્ઞાનિકા પણ કહે છે. જૈન શાસ્ત્રકારોએ આને ધર્માંસ્તકાય અને અધર્માસ્તિકાય કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org