________________
જૈન ધર્મ
૧૫
નહેતા, સાપ હોય કે સિંહ હોય, કોઈ પણ એમને ડરાવી શકતું નહીં. ગમે તેવી શક્તિઓની સામે થવું, એ એમના ડાબા હાથને ખેલ હતું. એ શક્તિથી તેઓ “વીર અથવા મહાવીરને નામે ઓળખાયા.
વર્ધમાન કુમાર, જેવા જબરદસ્ત શકિતશાળી હતા, તેવા જ બાલ્યાવસ્થાથી જ અપૂર્વ જ્ઞાની હતા. કેઈ વિષય એમને શીખવાની જરૂર નહોતી. અને જેવા તે જ્ઞાની હતા, તેવા જ વૈરાગી પણ હતા. તેમને સાંસારિક સુખોમાં લિપ્તતા ન હતી. તોપણ માતા-પિતાની આજ્ઞાથી તેમણે લગ્ન કર્યું. તેમની પત્નીનું નામ યાદ હતું. યશોદાથી તેમને એક પુત્રી પણ થઈ, જેને જમાલીની સાથે વિવાહ કરવામાં આવ્યો. - વર્ધમાનને સાંસારિક કાર્યોમાં કંઈ પણ રસ નહોતે, બક્કે તેમણે તે પિતાનું ભવિષ્ય દેખી જ લીધું હતું. તેઓ સંસારના ઉદ્ધારક થવાના હતા. ત્યાગીઓમાં સર્વોત્કૃષ્ટ થનારા હતા. ૨૮ વર્ષની ઉંમરમાં માતા-પિતાને દેહાન્ત થયા પછી, તેમણે મોટા ભાઈ નંદિવર્ધન પાસે પિતાને સાધુ થવાની આજ્ઞા માગી. માતા-પિતાના વિરહના દુઃખમાં, લઘુ બંધુની સાધુ થવાની વાત “દાઝા ઉપર ડામ” જેવી લાગી. નંદિવર્ધન, વધમાનની ચર્યા–રહેણીકરણીથી સમજતા હતા કે, તેઓ આ સંસારમાં રહેશે નહિ; નકકી સાધુ થઈ જશે, તોપણ તેમણે બે વર્ષ વધારે રહેવાની સાગ્રહ વિનંતી કરી. વર્ધમાને સ્વીકાર કરી. જો કે વર્ધમાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org