________________
જૈન ધર્મ
૧૨૩
કાળથી અધાતિમાં પડેલા છે. એ અપેાતિ કે જ્યાં જીવનને જરા પણ વિકાસ નથી, એવા સ્થાનને જૈનશાસ્ત્રકારીએ ‘નિગેાદ 'ના નામથી એળખાવ્યું છે. કઈ પણ પૂર્વજન્મના સંસ્કારના કારણે, જે જીવમાં કંઈપણ વિકાસ થાય છે, એવા જૈવ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકમાં આવે છે. મિથ્યાદષ્ટિ અથવા અંધકારમય જીવન. વસ્તુના યથા જ્ઞાનના અભાવ એનું નામ મિથ્યાદષ્ટિ છે, નિગાના અંધકારમય જીવનની અપેક્ષાએ કંઈક ચેતનાશક્તિના વિકાસ દ્વાવાના કારણે મિથ્યાદષ્ટિને પણુ ‘ ગુણસ્થાનક ’ કહેવામાં આવ્યું છે. અહીંથી આત્માના જીવનના વિકાસ શરૂ થાય છે. આ પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા જીવ અધર્મ-ને ધર્મ અને ધર્મને અધર્મ સમજે છે, ઉન્માર્ગ ને સન્મા અને સન્માને ઉન્માર્ગ સમજે છે. જીવને અજવ અને અવને જીવ સમજે છે. અસાધુને સાધુ અને સાધુને અસાધુ સમજે છે. અમૂર્ત પદાર્થમાં સૂ સંજ્ઞા અને મૂત પદાર્થમાં અમૂક સંજ્ઞા માને છે. અર્થાત્ વિપરીત જ્ઞાન એ આ સ્થાનમાં રહેલા વનુ લક્ષણ છે.
૨. સાસાદન ગુણસ્થાનક—સ+સાદન, આસાદન શબ્દના અર્થ છે આસ્વાદન; અર્થાત્ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી નીચે પડતી અવસ્થાનું નામ છે સાસ્વાદન ગુણુસ્થાનક, જીવ ઊંચે ચઢીને અતિ તીવ્ર ક્રોધાદિ કષાયાના કારણે નીચે પડેલા હૈાવા છતાં, તેણે ઉચ્ચ અવસ્થાના આસ્વાદ લીધેલા છે; તેથી આ ગુણસ્થાનકનું નામ સાસાદન—સાસ્વાદન રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org