________________
જૈન ધર્મ
[૨૧] લેશ્યા
ધ્યાનના જેવો જ લગભગ લેશ્યાને વિષય છે. સમય સમય પર જીવોના સ્વભાવમાં પરિવર્તન થઈ જાય છે. સ્વભાવના પરિવર્તનથી જેમ બાહ્ય આકૃતિમાં સ્પષ્ટ ફરક દેખવામાં આવે છે, તેવી રીતે તેની આન્તર સ્થિતિ પણ થઈ જાય છે. એક મનુષ્ય જ્યારે ક્રોધ કરે છે, તે સમયે આપણે દેખીએ છીએ, કે તેના ચહેરામાં પરિવર્તન થઈ જાય છે પરંતુ સાથે સાથે જ ક્રોધ વખતે તેનું મોટું પણ ખરાબ થઈ જશે; અને તેના હૃદયમાં એવા જ કલુષિત વિચારે ઊઠશે.
જેમ સ્ફટિક રનની આગળ જે રંગની ચીજ રાખવામાં આવે તે જ પ્રકારના રંગનું સ્ફટિક રત્ન જોઈ શકાય છે, તે જ પ્રમાણે ભિન્ન ભિન્ન સંગથી આત્માના. પરિણામ બદલાતા જાય છે. તેને જ જૈન શાસ્ત્રકારોએ લેસ્યા કહી છે. લેણ્યા એ મનેયોગનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. માનસિક આજેલન–આત્મિક પરિણામો જેવાં જેવાં બદલાય છે, તેવા જ પ્રકારનું રૂપ-રંગ બદલાતું જાય છે. જૈન શાસ્ત્રકારોએ આ વેશ્યાઓના પણ રંગ બતાવ્યા છે. તે રંગ ઉપરથી જ લેશ્યાઓનાં છ નામ રાખવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org