________________
જૈન ધર્મ
૭૧
( ૨૨ )
સંસારના સંપૂર્ણ પદાર્થો બે વિભાગમાં વિભક્ત થઈ શકે છે. એક ચેતન અને બીજે જડ. પરતુ વિસ્તારથી સમજવા માટે તેના નવ ભેદ પણ કર્યા છે –૧, જીવ, ૨. અજીવ,૩, પુષ્ય, ૪, પાપ, ૫. આશ્રવ, ૬. સંવર, ૭. નિજા , ૮. બંધ અને ૯, મેક્ષ, આને નવતત્વ કહેવામાં આવે છે. આમાં સૌથી પ્રથમ જીવ છે, એને આત્મા પણ કહે છે.
જૈન સિદ્ધાન્તમાં જીવનું લક્ષણ બતાવ્યું છે: “તનાહૃક્ષ જીવટ” જેમાં ચેતના હોય તેનું નામ છે જીવ. આનું વિશેષ લક્ષણ એ છે કે –
ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોને કરનાર અને સમસ્ત કર્મોનાં ફળને ભેગવનારે, કર્મોનાં કારણથી ભિન્ન ભિન્ન ગતિઓમાં જનાર, અને સમસ્ત કમેને દૂર કરીને નિર્વાણપદમક્ષપદ-પરમાત્મા પદને પ્રાપ્ત કરનાર આત્મા, જીવ છે. પ્રાણેને ધારણ કરવાથી તે પ્રાણી પણ કહેવાય છે.
૧. પ્રાણ દશ માનવામાં આવ્યા છે. પાંચ ઇન્દ્રિય (૧. સ્પર્શન, ૨. રસન, ૩. ધ્રાણ, ૪. ચક્ષુ અને પ. શ્રોત), ત્રણ બલ (૧. મન, ૨, વચન અને ૩. કાય), ૯, શ્વાસોચ્છવાસ અને ૧૦. આયુષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org