________________
૫૬
જૈન ધર્મ
જેટલે મેળવી શકાય તેટલો સમય ધર્મગ્રંથોનું અધ્યયન કરવું. સાધુ-સંતોની સાથે જ્ઞાન–ચર્ચા કરવી.
૪. સંયમ–પ્રતિદિન ઈનિ ઉપર કાબૂ મેળવવાની કેશિશ કરવી. ખાવા-પીવાની, જવાની, સાંભળવાની, સંધવાની ચીજે ઉપર આસક્તિ ન રાખતાં મનને કાબૂમાં રાખવું જોઈએ. અને જે ચીજોથી ઇન્દ્રિયને નિગ્રહ ને થઈ શકે, તેવી ચીજોનો ઇરાદાપૂર્વક ત્યાગ કરવો.
૫. તપ-યથાશક્તિ તપસ્યા કરવી. વધારે તપસ્યા ન થઈ શકે તો ઊદરી તપ અવશ્ય કરવો; અર્થાત્ ભૂખ હેય તેનાથી ઓછું ખાવું.
૬. દાન–યથાશક્તિ પ્રતિદિન કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું. કેઈ ગરીબ, દીન-દુઃખી કે લાચાર, પિતાના ઘેર આવી જાય, તે જરૂર અન્ન, પાણી, કપડાં જે કંઈ બની શકે, અને તેને જે કંઈ જરૂરી હોય તે દેવું જોઈએ.
આ છ કામ ગૃહસ્થાશ્રમીએ હમેશાં કરવાં જોઈએ. કોઈ પણ કાર્ય કરવામાં વિવેક ન ભૂલવો જોઈએ. સમય અને આવશ્યકતા જોઈને કામ કરવું જોઈએ. सव्वेसिं जीवियं पियं, (सम्हा) णातिवापज्जे किंच।
(વજન) સહુને જીવિત પ્રિય છે, માટે કોઈને કાટ દેવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org