________________
જૈન ધર્મ
(૩)
અનાનુપૂવી જે પંચ-પરમેષ્ઠીનું નામ લેવામાં આવ્યું છે, તેનું ધ્યાન ચિત્તની એકાગ્રતાને માટે અત્યંત ઉપયોગી છે. આજે જ્યાં જાઓ ત્યાં લોકો એ જ પૂછે છે કે, માળા ફેરવતી વખતે કે ધ્યાન કરવાના સમયે ચિત્તની એકાગ્રતા નથી રહી શકતી. ચિત્ત જ્યાં ત્યાં ભટકે છે, તો તેને સ્થિર રાખવાને શું ઉપાય ? આ ઉપાયોમાં આ પંચ પરમેષ્ઠીને નમસ્કારની અનાનુપૂવી બહુ જ ઉપયોગી છે.
અનાનુપૂવીને એ અર્થ છે કે ઉલટ સુલટ નંબરને ધ્યાનમાં રાખીને તે નંબરવાળા પદને નમસ્કાર કરે. જેમાં પાંચ પદ આ અનુક્રમે છે –
૧. નમો અરિહંતાણું. ૨. નમો સિદ્ધાણું. ૩. નમો આયરિયાણું. ૪. નમો ઉવઝાયાણું. પ. નમે એ સવ્વસાહૂણું.
હવે આ અનુક્રમ નંબરને ઉલટસુલટ મૂકવામાં આવે અને જે નંબર જે જગ્યાએ હોય, તે જગ્યા પરથી તે નંબરવાળા પદને નમસ્કાર કરવામાં આવે. ઉદાહરણાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org