________________
જૈન ધર્મ
૨૭
ગામોમાં જાય. કઈ પણ ગૃહસ્થને તકલીફ ન થાય એવા પ્રકારને પોતાનો વ્યવહાર રાખે. નિર્દોષ આહારપાણને ભિક્ષાવૃત્તિથી સ્વીકાર કરે. કોઈ પ્રપંચમાં પડે નહિ. ધર્મને ઉપદેશ આપે અને પરિગ્રહ રાખે નહિ.
આ જ ગુરુનાં લક્ષણ છે. સંન્યાસીઓનાં આ જ લક્ષણે. બતાવેલાં છે. આજે આવા કળિયુગમાં પણ જૈન સાધુ આવા પ્રકારને આચાર-વિચારોનું પાલન કરે છે. જે સમયે લગભગ સમસ્ત સંસારના સાધુઓ પ્રલોભનમાં ફસાઈ ગયા છે, તે સમયે એક ફકત જૈન સાધુ જ છે, કે જે ગરમ કર્યા વિના. પાણીનો સ્પર્શ પણ કરતા નથી, અગ્નિને કામમાં લાવતા નથી, વનસ્પતિને અડકતા નથી, ગમે તેટલી ગરમી હોય. તો પણ પંખાનો ઉપયોગ કરતા નથી, પગે જ ચાલે છે, પૈસા-ટકાને સંબંધ રાખતા નથી, ખુલ્લા પગે અને ખુલ્લા મસ્તકે રહે છે, ભેજનને માટે લાકડાનાં પાત્ર, અને બે-ચાર, ઓઢવા-પાથરવાનાં વસ્ત્રો પોતાની ખાંધ પર ઉઠાવીને ચાલે છે, વરસાદના ચાર મહિના એક જ સ્થાન પર રહે છે. તેમને કેઈ મઠ નથી, એમનું કોઈ સ્થાન નથી. ઉપદેશ દેવો અને સાહિત્યની સેવા કરવી; એ જ એમનું કામ હોય છે. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે છે. ન કોઈને તકલીફ આપે છે કે ન કઈ પ્રકારની ઉપાધિ રાખે છે. કોઈ પણ સ્ત્રી, પછી ભલે તે એક મહિનાની બાળા જ હોય કે પિતાની સગી મા. હોય, છતાં અડકતા નથી, દૂરથી જ આશિષ દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org