________________
જૈન ધર્મ
૧૧૩ ૩. વેદનીય કમ–આ કર્મને સ્વભાવ જીવને સુખ-દુઃખ દેવાને છે. આને તરવારની ધાર પર લાગેલા મધની ઉપમા દીધી છે. મધને ચાટતાં સ્વાદ તો આવે, પરંતુ જીભ કપાય ત્યારે દુઃખ થાય છે. તેમ સંસારનાં સુખ, એ પણ આત્માને તે વેદના જ છે અને તેથી (૧) શાતા (સુખ) વેદનીય અને (૨) અશાતા (દુઃખ) વેદનીય એમ બે પ્રકારનાં વેદનીય કર્મો કહ્યાં છે.
૪. મોહનીય કર્મ–આને સ્વભાવ છે આત્મસ્વરૂપને ભુલાવી દેવાને ને મેહ પમાડવાને. સમ્યક્ત્વગુણ–ચારિત્ર-ગુણને રેકો, એ આને સ્વભાવ છે. આને મદિરાની ઉપમા આપી છે. મદિરા પીનારા જેમ બેહેશ બની જાય છે તેમ મેહનીય કર્મના ઉદયથી જીવ વસ્તુસ્થિતિને નથી જાણી શકતો અને આદર પણ કરી શકતા નથી.
૫. આયુષ્ય કર્મ–એને સ્વભાવ છે જીવને અમુક ગતિમાં, અમુક કાળ સુધી રોકી રાખવાને. એટલા જ માટે આને બેડીની ઉપમા આપી છે. જેમ પગમાં બેડી નાખેલો મનુષ્ય સ્વતંત્રતાપૂર્વક ક્યાંય જઈ–આવી નથી શકતે, તેમ આ આયુષ્ય કર્મના કારણે જે ગતિમાં તે જાય છે, તે ગતિથી નીકળી નથી શકતા. આયુષ્ય કર્મ પૂરું થતાં જ તે તરત બીજી ગતિમાં જાય છે. ને બીજી ગતિનું આયુષ્ય કર્મ આ જ ગતિમાં બાંધી લે છે.
૬. નામ કમ–સંસારમાં કોઈને યશ થાય છે, કેઈને અપયશ થાય છે, કેઈને લેકે ચાહે છે તે કેઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org