________________
આ વાતને આજ ૨૪૦૦ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. બૌદ્ધધર્મની સ્થાપનાની પહેલાં, જૈનધર્મ ફેલાઈ રહ્યો હતે, એ વાત બિલકુલ વિશ્વાસ કરવા ગ્ય છે. ચોવીસ તીર્થકરોમાં મહાવીર સ્વામી અન્તિમ તીર્થકર હતા. એથી પણ જૈનધર્મની પ્રાચીનતા માલૂમ પડે છે. બૌદ્ધધર્મ પાછળથી ઉત્પન્ન થયે, એ વાત નક્કી છે,
આવી રીતે ઈટાલિયન વિદ્વાન છે. ટેસીદેરીએ એક સ્થળે કહ્યું છે કે –
જૈનધર્મ ઊંચી પંક્તિને છે. એનાં મુખ્ય તો વિજ્ઞાનશાસ્ત્રના આધાર ઉપર રચાયેલાં છે, એવું મારું અનુમાન જ નહિ, પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈનધર્મના સિદ્ધાન્ત સિદ્ધ કરે છે.”
કહેવાનું તાત્પર્ય કે જેનધર્મ પ્રાચીન, પવિત્ર અને આસ્તિક છે, એમાં હવે વિદ્વાનમાં બે મત નથી રહ્યા.
તે છતાં પણ, જૈનધર્મના સિદ્ધાન્તાથી ઘણા ઓછા લકો પરિચિત છે, ત્યાં સુધી કે ખુદ જૈનધર્મને માનવાવાળા જેમાં પણ, એના મૂળ તત્વોનું જ્ઞાન બહુ જ ઓછું છે. એનું એ જ કારણ છે કે સર્વસાધારણને ઉપયોગી થઈ શકે એવા પ્રકારનું સાહિત્યસજન બિલકુલ નહિ જેવું જ થયું છે. બાળકો અને યુવકોને પણ જૈનધર્મનું મૂળ જ્ઞાન થાય, એવા પ્રકારનાં પુસ્તકોનો અભાવ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org