SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈન ધર્મ આત્મજાતિને આશ્રય લઈને કોઈ એમ કહે કે “આત્મા એક છે? તે તે સંગ્રહનયની અપેક્ષાએ સત્ય છે. ભિન્ન ભિન્ન • જાતિનાં કપડાં હોવા છતાં, કપડાંની જાતિને લક્ષ્યમાં લઈને કહેવામાં આવે છે, અહીં કપડાં જ છે, તો તે -સંગ્રહનયની અપેક્ષાથી કહેવાય છે. ૩. વ્યવહારનય–સામાન્યરૂપે જે વાત કહેવામાં આવે, તેનું પૃથક્કરણ ન કરવામાં આવે ત્યાં સુધી વિશેષજ્ઞાન નથી થતું, એટલા માટે સામાન્યરૂપે કહેલી વાતને જે પૃથફ પૃથક્ વિચાર તે “વ્યવહારનય' છે. અનેક 1 જાતિનાં કપડાંને સમુચ્ચયરૂપે કપડાંના શબ્દથી વ્યવહાર કરવામાં આવે, પરંતુ આ રેશમી કપડું, આ મીલનું કપડું, આ ખાદીનું કપડું–આવા પ્રકારનું ઉચ્ચારણ, એ વ્યવહારનયની અપેક્ષાએ કરવામાં આવે છે. સંસારના સમસ્ત પદાર્થોને એક શબ્દ વડે સમુચ્ચયરૂપથી “વસ્તુ” કે “ચીજ ” આ શબ્દ વડે કહેવામાં આવે છે, પરંતુ પૃથક્કરણ કરીને કહેવું હોય તે આ જડ છે, આ ચેતન છે, આ પૃથ્વી છે, આ પાણી છે વગેરે વ્યવહારનય થી કહેવામાં આવે છે. ૪. જુસૂત્રનય–પ્રત્યેક વસ્તુની વર્તમાન અવસ્થા પર જ વિચાર કરવામાં આવે એ “ઋજુસૂત્ર યદ્યપિ મનુષ્ય કોઈ વસ્તુને દેખીને તેની ભૂત અને ભવિષ્યકાળની અવસ્થાને ભૂલી શકતો નથી, તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy