________________
જૈન ધર્મ
૩૧
પદાર્થ અને તેના અર્થમાં, સંપૂર્ણ શ્રદ્ધા એનું નામ છે સમ્યગદર્શન.
આ સમ્યગદર્શન આત્માને સ્વાભાવિક જ પૂર્વ જન્મના સંકારાથી ઉત્પન્ન થાય છે. અથવા કોઈ નિમિત્તથી પણ થાય છે. નિમિત્ત એટલે ગુરુના ઉપદેશથી, ધર્મગ્રંથના. વાચનથી અથવા બીજા પણ કોઈ નિમિત્તથી થાય છે.
શ્રદ્ધા સિવાય કોઈ પણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જ્યાં સુધી શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, સમ્યક્ત્વ નથી, ત્યાં સુધી ધર્મનું આચરણ ફકત દેખાવને માટે જ થાય છે. તેમાંથી આત્મલાભ મળી શકે ખરો? નહિ જ.
- સફવથી વિપરીત મિથ્યાત્વ છે. અર્થાત જેમાં દેવના ગુણ ન હોય તેને દેવ; ગુરુના ગુણ ન હોય તેને ગુરુ અને હિંસા આદિ દુર્ગતિને દેનારી વસ્તુઓને ધર્મ માને તો તે “મિથ્યાત્વ છે.
જેને સમ્યક્ત્વ થાય છે, તે મનુષ્ય ધર્મ કાર્યોમાં સારી પ્રવૃત્તિ કરે છે. તેનું અંતઃકરણ દયાળુ અને પરોપકારમાં તત્પર રહે છે. દેવ, ગુરુ, ધર્મની સેવામાં તત્પર રહે છે. મુક્તિને અધિકારી પણ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org