________________
જૈન ધર્મ
૪
૯. સામાયિક વ્રત સામાયિકમાં સમઆય+ઈક આ ત્રણ શબ્દ છે. આનો અર્થ એ છે કે જેનાથી મોક્ષમાર્ગને લાભદાયક ભાવ ઉત્પન્ન થાય. સમસ્ત જીવો ઉપર સમાનભાવ-રાગ-દ્વેષ રહિત ભાવ ધારણ કરી, એકાન્ત સ્થાનમાં બે ઘડી (૪૮ મિનિટ) ધ્યાનમાં બેસવું, એનું નામ છે સામાયિક. આ સામાયિકમાં બેસીને મનુષ્ય આત્મચિંતવન કરે, મોહ-મમત્વને દૂર કરે, સમભાવ વૃત્તિને ધારણ કરે, પછી ગમે તે ઉપદ્રવ આવે, પરંતુ ચલાયમાન ન થવું જોઈએ. સંક્ષેપમાં કહીએ તે મન, વચન, કાયાની અશુભવૃત્તિઓ રેકીને શુભ ધ્યાનમાં ચિત્ત લગાવી બેસી જવું જોઈએ. સામાયિક, એ બે ઘડીની સાધુવૃત્તિ છે.
સામાયિક તે શું, પણ ઈશ્વરનું ધ્યાન કરવાને સમય, ભક્તિ કરવા વખતે, ગુરુ-સેવાના અવસરે, એવી હરએક શુભ પ્રવૃત્તિ વખતે એવા ષોથી બચીને જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાનું બહુ ફળ મળે છે. વિધિ અને શુદ્ધિ, વિવેક અને વિનય પ્રત્યેક ધાર્મિક ક્રિયામાં રાખવા જોઈએ.
૧૦. દેશાવકાસિક વ્રત –છઠ્ઠા વ્રતમાં દિશાઓનું જે પરિમાણ કરેલું છે, એ યાજજીવન પર્યતનું છે. તેમાં ક્ષેત્રની બહુ વિશાળતા રાખેલી હોય છે; પરંતુ હંમેશને માટે તેની મર્યાદા સંક્ષેપમાં કરવામાં આવે–એ આ વ્રતને આશય છે. અર્થાત બે હજાર માઈલ સુધી જવાને નિયમ છઠ્ઠી વ્રતમાં રાખવામાં આવ્યો હોય, પરંતુ કેઈ કેાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org