________________
જૈન ધર્મ
તીથકર સમય સમય પર જ્યારે લેકમાં ધર્મની શિથિલતા આવે છે, ત્યારે ધર્મની જાગૃતિ કરાવનાર, શુદ્ધ માર્ગને દેખાડનાર, જગતમાં શાંતિની સ્થાપના કરનાર, સમાજની વ્યવસ્થા કરનાર—એવા મહાપુરુષો ઉત્પન્ન થાય છે. આ મહાપુરુષે ઘેર તપસ્યા કરે છે, સંયમનું પાલન કરે છે, દુનિયાદારીથી વિરક્ત થઈ જાય છે. ભયંકર કષ્ટને સહન કરે છે, શત્રુ-મિત્રને સમાન ગણે છે, મેહ-મમત્વને ત્યાગ કરે છે. એમ કરીને કેવલજ્ઞાન–અતીન્દ્રિયજ્ઞાનસર્વજ્ઞતાને પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન થવાથી, ત્રણે લોકના સમસ્ત પદાર્થોને પિતાના જ્ઞાનથી દેખી લે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી વાતે પિતાના જ્ઞાનથી પ્રત્યક્ષ કરી લે છે; પ્રત્યેક મનુષ્યના માનસિક વિચારોને પણ જાણી લે છે. એવી સંપૂર્ણતાને મેળવ્યા પછી જ સંસારના જીવોને ઉપદેશ આપે છે; કેમ કે જ્યાં સુધી કોઈ બાબતમાં અપૂર્ણતા રહે, અલ્પજ્ઞતા રહે, ત્યાં સુધી તેમના કથનમાં, તેમના ઉપદેશમાં, તેમને બતાવેલા માર્ગમાં ન્યૂનતા રહેવાની સંભાવના છે; અને જ્યારે સર્વજ્ઞ થઈ જાય છે, ત્યારે તેમનામાં કોઈ અંશમાં પણ અસત્યતા આવવાની સંભાવના જ નથી રહેતી. એ જ કારણ છે કે જૈન ધર્મના ઉદ્ધારક અન્તિમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ, આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં જે સિદ્ધાંતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org