________________
ન ધર્મ કોઈ લેખકે “કુઈ” લખી. “કુવો” અને “કુઈ” એ લિંગભેદના શબ્દ છે.
. સમભિરૂઢનય–પર્યાયવાચી શબ્દના ભેદથી અર્થભેદની માન્યતા રખાવનારો વિચાર, એ “સમભિરૂઢ નય છે. જેવી રીતે શબ્દભેદ તેવી રીતે વ્યુત્પત્તિભેદ પણ
અર્થભેદની તરફ લઈ જાય છે. સ્પષ્ટાર્થ એ છે કે જ્યાં ભિન્ન ભિન્ન શબ્દોને એક અર્થ માનવામાં આવે છે, ત્યાં પણ તત્વદષ્ટિથી દેખવામાં આવે તે બધા શબ્દોને વ્યુત્પત્તિથી એક અર્થ નથી થતો. ઉદાહરણ તરીકે-રાજ, નૃપ, ભૂપતિ–આ ત્રણે શબ્દ “રાજા”વાચક છે, પરંતુ “સમભિરૂઢનય’ કહે છે કે એમ નથી. રાજચિન્હોથી જે શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપતિ. વ્યવહારમાં આ ત્રણે શબ્દનો અર્થ રાજા કરવા છતાં સમભિરૂઢનયની અપેક્ષાએ વ્યુત્પત્તિથી આ ત્રણે શબ્દો ભિન્ન ભિન્ન અર્થને સૂચવે છે.
. એવભૂતનય–જે અર્થ શબ્દથી ફલિત થાય છે, અર્થાત વ્યુત્પત્તિ અનુસાર જ તે પદાર્થને વ્યવહાર થાય છે, ત્યારે જ તે વસ્તુને તે અર્થમાં સ્વીકારવી, એ એવભૂતનય”નું કામ છે.
અર્થાત આ નયની અપેક્ષાએ તે જે સમયે રાજા રાજચિન્હાથી અલંકૃત થાય તે જ સમયે “રાજા” કહે જોઈએ. અર્થાત તે જ સમયે તે “રાજા” છે, બીજ સમયમાં નહીં. જે વખતે મનુષ્યનું રક્ષણ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org