________________
જેન ધમ.
૧૨૧
=
ઉત્પન્ન થઈ હેય. જે ઉત્પન્ન થાય છે તેને નાશ અવશ્ય હોય છે. આત્મા કર્મોનાં બંધનથી મુક્ત થાય છે ત્યારે જ તેને મેક્ષ કહેવાય છે. એથી આત્મામાં કંઈ નવીન ચીજની ઉત્પત્તિ નથી થતી. સૂર્ય પર વાદળનાં આવરણ આવી જાય છે, તે આવરણે દૂર થવાથી સૂર્ય પ્રકાશમાન–પિતાના સ્વરૂપમાં આવી જાય છે. એ જ પ્રકારે આત્માની દશા હોય છે. આત્મા પિતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે, એનું નામ તે “મેક્ષ'. એટલા જ માટે આત્માને નાશ નથી અને નાશ ન હેવાથી સંસારમાં ફરીથી તેને આવવાનું પણ નથી હેતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org