Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની પ્રબળ ઇચ્છાનુસાર એક વાર કોડાય ખાતે અને બીજી વખત નાની ખાખર (કચ્છ) ખાતે ત્રણ-ત્રણ દિવસનો સત્સંગ ક૨વાનો લાભ મને મળેલો એ બન્ને પ્રસંગોએ લિવ્યંતરની કેટલીક અશુદ્ધિઓ એમણે દૂર કરી આપી, સુગમાર્થ મઠારી આપ્યો અને કેટલાક શબ્દોના અર્થો પણ નિશ્ચિત કરી આપ્યા. તે પછી પણ ધ્રાંગધ્રા ખાતેના એમના ચાતુર્માસ દરમ્યાન પાઠ, સુગમાર્થ, શબ્દાર્થ, વ.નાં શુદ્ધિસ્થાનો ટપાલ દ્વારા સૂચવતા રહ્યા. આમ ઉપા. ભુવનચંદ્રજી મહારાજે પરામર્શન અંગે સારો એવો શ્રમ લીધો છે.
પૂજય આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ અને પૂજય ઉપા.શ્રી ભુવનચંદ્રજી મહારાજ બન્નેના અહીં ગ્રંથસ્થ થયેલા લેખોમાં મૂળ રચના અને તે પરના બાલાવબોધ વિશે અનેક ઉદાહરણો સહિત વિદ્વત્પૂર્ણ સમીક્ષા થઈ છે, ત્યારે અહીં મારે એથી વિશેષ શું કહેવાનું હોય ? આ બન્ને મહાત્માઓનો ઋણસ્વીકાર કરી એમને વંદના કરું છું.
આશા રહે કે ૩૫૦ ગાથાના સ્તવન પરનો પં. પદ્મવિજયજીકૃત આ બાલાવબોધ જિનાજ્ઞાપાલનના ઉત્સુક અને સમ્યગ્ માર્ગના ઇચ્છુક સૌને માટે અધ્યયનયોગ્ય બની રહેશે.
દીપાવલિ
તા. ૨૧-૧૦-૨૦૦૬ અમદાવાદ
Jain Education International
કાન્તિભાઈ બી. શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org