Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ટકોર, ક્યાંક સૂચન, ક્યાંક ચાબખા, ક્યાંક તીક્ષ્ણતા તો ક્યાંક બંગકટાક્ષનો આશ્રય એમને લેવાનો થયો છે. જુઓ ગાથા (૧૫/૧૯) :
માર્ચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા, શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહિટમાલા.”
કટાક્ષની સાથે ગાથામાં અંત્યાનુપ્રાસ, વર્ણસગાઈ, ઝડઝમક અને ઉપમાદિ અલંકરણ પણ ધ્યાન ખેંચે છે.
' ઉપાધ્યાયજીની આ સ્તવનકૃતિ ઉપરનો પં. શ્રી પદ્મવિજયજીનો બાલાવબોધ પણ એટલો જ મહત્ત્વનો છે. કૃતિમાં આલેખિત વિષયવસ્તુને તેઓ સમુચિતપણે ગ્રહણ કરે છે. અને સુયોગ્ય રીતે એનું મર્મોદ્ઘાટન કરી આપે છે. બાલાવબોધની સમગ્ર રજૂઆત તેઓ અત્યંત વિશદતાથી અને તર્કબદ્ધ રીતે કરે છે. દા.ત. શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે જિનપ્રતિમામાં તીર્થકરનું આરોપણ કરી એને નમીએ તો સાધુવેશધારી અસાધુને કેમ ન નમાય? એના જવાબમાં સાધુવેશની સરખામણી જિનપ્રતિમા સાથે ન થાય એ આખું વિવરણ અત્યંત વિશદ અને તર્કબદ્ધ થયું છે. (૧/૨૦-૨૧)
જેમ ઉપાધ્યાયજીએ અનેક શાસ્ત્રગ્રંથોનો આધાર લીધો છે તેમ આ ટબાકારે પણ અનેક ધર્મગ્રંથોમાંથી પ્રચુરપણે અવતરણો ટાંકીને ઉપાધ્યાયજી-કથિત વિષયોને પ્રમાણિત કરી આપ્યા છે. લગભગ ૩૦૦ જેટલાં અવતરણો વિવિધ આગમગ્રંથો, નિર્યુકિતઓ,વૃત્તિઓમાંથી ઉદ્ભત કરીને અહીં અપાયાં છે, જે બધાં મુખ્યતયા પ્રાકૃતભાષી છે. જરૂર પડી ત્યાં ભરપૂર ઉદાહરણો ટાંકીને વિષયનું સમર્થન કર્યું છે. જેમકે ત્રીજી ઢાળમાં દૂષિત આલંબનોનાં ઉદાહરણો, નવમી ઢાળમાં સૂત્રોના અર્થવિરોધોનાં ઉદાહરણો, પંદરમી ઢાળમાં આડંબરી આચરણ કરતા મુનિઓનાં ઉદાહરણો અહીં જોવા મળે છે. આ જ બાલવબોધકાર લાઘવયુક્ત ગદ્યપ્રયોગ પણ કેવો કરે છે તેનું એક ઉદાહરણ જુઓ (૧૦) :
“મિથ્યાત્વને જોરે જ્ઞાને સમ્યગૂ જિનવચન ભાવઈ.” અર્થાત્ મિથ્યાત્વનું જોર હોય ત્યારે જ્ઞાન દ્વારા જ સમ્યગૂ જિનવચન ભાવી-પામી શકાય.'
આ સંપાદનગ્રંથનું પરામર્શન ઉપા. શ્રી ભુવનચંદ્રજી કરે એવી આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org