________________
વિશ્વ અજાયબી :
થયેલી જિનેશ્વર ભગવંતોની પ્રાચીન ચમત્કારિક મૂર્તિઓનાં દર્શન અને સેવાપૂજાનો સતતપણે લાભ મળતો રહ્યો. અનેક પ્રકાંડ પંડિતોનાં હૈયાની મીઠી હૂંફ, સહવાસ અને સંપર્કની ગાંઠ બંધાણી.
૪૮/૮
એ વખતે મારા મનમંદિરમાં એક સુંદર સ્વપ્ન હતું. યથાયોગ્ય સમયે શ્રમણજીવન અંગેનું પ્રકાશન કરવાની પણ એક ઝંખના સેવી હતી. એ વખતે એ કલ્પનાના તરંગોવાળું એક સ્વપ્નું જ હતું, પણ સાહિત્યક્ષેત્રે સાડા ચાર દાયકાની મજલ પછી આજ એ સોનેરી–સ્વપ્નાનો સાક્ષાત્કાર થતો જોઈને મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રી ભગુબાઈ તથા માતુશ્રી સંતોકબાને પણ મનોમન વંદી લઉં છું, જેમનું જીવન વૈરાગ્યપ્રધાન હતું. શ્રાવકના આચારધર્મનું જેમણે અક્ષરશઃ પાલન કર્યું હતું. મારા માતુશ્રીને આયંબિલમાં અપાર શ્રદ્ધા હતી. પાલીતાણા જૈન શેઠીયા ફળીમાં અમારો વસવાટ હતો.
સંસ્કાર અને સૂઝ માત્ર અભ્યાસથી પ્રાપ્ત થતાં નથી, તે તો સંતાનોને વારસામાં મા-બાપ તરફથી જ મળતાં હોય છે. વાચન, મનન અને વક્તૃત્વનો ગળથૂથીમાંથી મળેલો આ સંસ્કારવારસો અને જે વારસાનું અમારે મન ભારે મોટું ગૌરવ હતું અને છે. જન્મે બારોટ (બ્રહ્મભટ્ટ) પણ ધર્મ જૈન આચારવિચાર. જૈન ધર્મ પરત્વેની અખૂટ દિલચશ્પી અને અમારી અનન્ય આસ્થાને લઈને આવા એક મહાન પવિત્ર અને ધાર્મિક પ્રકાશનનું સંપાદન કરવાનું વિરાટ આયોજન-જે મારી શક્તિ બહારનું ગણાય, છતાં પરમપૂજ્ય આચાર્ય ભગવંતો, જૈન શ્રેષ્ઠીવર્યો અને સાક્ષરોના સહયોગની અપેક્ષાએ આ કામ હાથમાં લીધું. સૌની સદ્ભાવના અને પ્રેમલાગણીનું આ પરિણામ આપ સૌનાં ચરણકમળમાં સાદર રજૂ કરું છું. બારોટો સરસ્વતી-શારદાના પુત્રો ગણાય છે. વડવાઓના કલા-સંસ્કાર, સાહિત્યનાં અમીસિંચન અને વહાલભર્યા કુટુંબના સથવારાએ જ આજે મને ઊજળો કરી બતાવ્યો અને કોઈક દૈવી શક્તિએ જ આ આયોજન સિદ્ધ થઈ શક્યું છે.
અભ્યાસકાળ પછી એકાદ દાયકા સુધી ભાવનગર જિલ્લાના સક્રિય રાજકારણમાં કામ કર્યું. ભાવનગર જિલ્લા કોંગ્રેસના યુવક–સંગઠક અને તળાજા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકેની કામગીરી દરમિયાન ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી અખબારી પ્રતિનિધિત્વનો બહોળો અનુભવ મળ્યો. પત્રકારિતાના ક્ષેત્રમાં તો મારું મન હંમેશાં હિલોળે ચડતું. સમાજજીવનના સળગતા સવાલોને વાચા આપવા હંમેશાં નવચેતના પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થતી.
એ અરસામાં ભાવેણાના પ્રજાવત્સલ મહારાજ પુણ્યશ્લોક શ્રી કૃષ્ણકુમારસિંહજીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં મંડાણ કર્યા. જિલ્લાનાં યુવક-યુવતીઓને યાત્રા-પ્રવાસો કરાવ્યાં, રાજ્યકક્ષાની ગ્રીષ્મ-શિબિરોનું સંચાલન કર્યું અને તે દ્વારા ઘણો જનસંપર્ક સધાય.
૧૯૬૪માં રાજકારણનો સદંતર ત્યાગ કર્યો ત્યાં સુધીમાં સારાનરસા અનેક અનુભવોનું ભાથું મળી ચૂક્યું હતું. સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી બળવંતભાઈ મહેતાની અંગત સલાહથી ૧૯૬૪ થી ૧૯૮૦ સુધીના સમયમાં ગેઝેટિયર કક્ષાના વિવિધ માહિતીપ્રચુર એવા અસ્મિતા ગ્રંથશ્રેણીના (ભાવનગરથી માંડીને વિશ્વના વ્યાપને આવરી લેતા) પચીશ સંદર્ભગ્રંથોનું યશસ્વી પ્રદાન કર્યું, જે ગ્રંથો ગુજરાતના ગ્રંથભંડારોનાં આભૂષણ જેવા બની રહ્યા છે. મારા વડીલ બંધુ બાલુભાઈ તથા નાનાભાઈ ધીરૂભાઈ મારા જીવનકાર્યને હંમેશા બિરદાવતા
વિશ્વનું મંગલદર્શન :
અંતમાં, વીતરાગ–દર્શન જ વિશ્વનું મંગલ-દર્શન કરાવશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. મર્યાદાઓ જોવા, અપરાધો સાંભળવા, ખણખોદ કરવા આપણે ઝટ તૈયાર થઈ જઈએ છીએ; પણ જૈનદર્શનના જે પ્રેમ, કરુણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org