________________
૪૮/૬
વિશ્વ અજાયબી :
મહારાજના પ્રથમ દર્શન ઉપદેશથી–ક્ષણભંગુર એવાં વૈભવી જીવનના ચળકાટનો સદાને માટે ત્યાગ કરી તેઓ અગિયારમી સદીના મહાન સાધ્વીરત્ન બની ગયાં.
જૈન દર્શનમાં વર્ણવાયેલ વિવિધ પ્રકારના તપ અને તપસ્વિનીઓની ઉજળી પરંપરાનો વિશાળ પ્રવાહ અખ્ખલિતપણે વહેતો રહ્યો છે. વર્તમાનમાં પણ એવાં અસંખ્ય સાધ્વીજીઓએ ઉત્કૃષ્ટ તપસ્યાઓથી શાસનની ઐતિહાસિક પરંપરાને શોભાવી છે અને એ જૈન શાસનની ચિરંતન સમૃદ્ધિ બની રહી છે.
(વ્યાપક અને મર્મસ્પર્શી જ્ઞાનોપાસના જૈન શાસનમાં વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા સેંકડો શ્રમણીરત્નો કે જેમના વિનય, વિવેક, વાત્સલ્યભાવથી યુગો સુધીના ધર્મસાધકોને ગુરુ-ગુરણી સેવા; આગમ સેવા, સંયમ, નિયમ, પરિપાલન અને પ્રેરણા પ્રાપ્ત થયાં છે; અને જેઓએ આગમના ગૂઢ રહસ્યોનું પ્રતિપાદન કરી સંયમ જીવનમાં ખરેખર દિવ્યતા પ્રગટાવી છે. આ શીલસંસ્કાર ધારિણીઓએ પોતાનાં વિરલ અને અદ્વિતીય વ્યક્તિત્વવડે ભક્તિપરાયણતા શું કહેવાય એ ખરેખર બતાવી આપ્યું છે. જન્મજન્માંતરથી આત્માના આવરણ ઉપર છવાયેલી મલિનતા ધોવા ચારિત્રની સુંદર આરાધના જ અવલંબનરૂપ બની રહે તેમ છે. જે જે સ્ત્રી રત્નોએ આજ સુધીમાં ત્યાગમય જીવન અંગીકાર કરીને સંયમવિરાગની શાશ્વતી સુવાસ ફેલાવી છે તેઓ સાચે જ ભક્તિ, શ્રદ્ધા અને વંદનાના અધિકારી છે. નમન હો એ મહાદેવીઓને ત્યાગમૂર્તિ તપસ્વીઓને............
આ આર્યભૂમિ ઉપર શ્રુતસંપન્ન શ્રમણો જેવા જ સરસ્વતીના અખંડ આરાધકો અને પાંડિત્યમાં પારસમણિ જેવા તેજસ્વી પાત્રો આ શ્રમણીવૃંદમાં પણ નજરે પડે છે.
(સાધનાશ્રમની સુવાસ ) સમયે સમયે થયેલા સિદ્ધિ માર્ગના શીધ્ર સાધકો એવા આ શાસન દીપિકાઓ ધર્મ સંસ્કૃતિને અજવાળતા રહ્યાં છે એ આપણું અહોભાગ્ય છે.
જૈન સાહિત્યમાં આજ સુધીમાં શ્રમણોના જે સુયોગ્ય પ્રમાણમાં સ્તુતિઓ, ચરિત્ર લેખનો, મહિમાગાનો ગવાયા છે તેમની સામે આ વિદુષી સાધ્વીજીઓ વિષે બહુ જ ઓછું લખાયું છે. બહુ જ ઓછું બોલાયું છે. શ્રાવિકાઓમાં ધર્મચેતનાની જ્યોત ઝળહળતી રાખવામાં આ સાધ્વીરત્નોએ ગજબનો પરિશ્રમ ઉઠાવ્યો છે. વાસ્તવમાં તો આ પરમવિદુષી મહોદયાઓએ આત્મસંયમનો યોગ કેળવી, બુદ્ધિ વૈભવના બળે પોતાના સાધનાશ્રમને આજ સુધી ખરેખર અપ્રગટ રાખેલ છે. વર્તમાનમાં કેવાં કેવાં ઉગ્ર તપસ્વિનીઓ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસીઓ વિચરે છે તેની તટસ્થ સમીક્ષા ગ્રંથસ્થ કરવાનો સમય આવી ગયો છે. આજે જયારે જૈન સંસ્કૃતિ સામે અનેક પડકારો અને માયાવી છલનાઓ ઊભી થઈ રહી છે ત્યારે ધર્મ સંસ્કૃતિનું સિંચન કરતા અને નારી સમુદાયની પુનઃ પ્રતિષ્ઠા કરતા પ્રકાશનોની આજે તાતી જરૂરિયાત છે.
(આચાર સંહિતાના આદર્શ જીવન વૃત્તાંતો) વૈરાગ્યનો અખૂટ ભંડાર, ઉત્કૃષ્ટ સંયમી, સરળ અને સાત્ત્વિક મનોબળ ધરાવતા પ્રશાંત પુણ્યાત્માઓના યશસ્વી વ્યક્તિત્વને, એમના સ્વાધ્યાય સંયમને, અમૃત વરસાવતી એમની દ્રષ્ટિને સ્તુતિ વડે અર્થ પ્રદાન કરીએ છીએ. ઘણીવાર તો એક જ પરિવારમાંથી અનેક સ્ત્રી રત્નોએ પ્રવ્રજ્યા પંથે પ્રયાણ કરી અપ્રતિમ તપશ્ચર્યાના બળે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org