________________
'હિ
પ્રકરણ ૧ લું. છેજ ! તેનું વિશાળ કપાળ! વિશાળ આંખે! વિશાળ છાતી! જાનું પર્યત બાહુ! એની ભવ્ય મુખમુદ્રા અવધુતના વેશમાં એ બધાં છુપાવ્યાં છુપાતાં નથી. વિચક્ષણ માણસ કળી શકે કે આ સાચે અવધુત નથી. અસ્તુ. આ ભવ્ય પુરૂષની મિત્રાચારી જરૂર મને તો ભવિષ્યમાં લાભકારી થશે ” આવી રીતે ભૂદેવને વિચાર તે ઘણુય આવતા. પરંતુ જેમ જેમ વિચાર આવતા તેમ તેમ અવધુતને તીવ્ર દૃષ્ટિથી જોતા હતા, પણ લકે તેમને વિચાર કરવા દે તેમ નહેતું. જેથી લોકોના પ્રશ્નના ઉત્તર આપવા માંડ્યા. આ બાજુ સૂર્ય અસ્ત થવાની ઉતાવળમાં પડેલો જણાતો હતો. જેથી અવધુતે પણ કઈ માતા કે મહાદેવના મંદિરમાં આસન જમાવા માટે ચાલવા માંડયું.
અવધુતને જતો જોઈ ભૂદેવે પણ ઉઠવાની તૈયારી કરી. લેકનાં મન સંતોષી ઉભા થઈ કેને આશિર્વાદ આપતા બગલમાં આસન દબાવી પાટી પોથી ઉપાડી, ચાખડીઓ પગમાં દબાવી અવધુતની દીશા તરફ પ્રયાણ કર્યું .
ઉતાવળી ગતિએ ચાલતાં અવધુતની પાસે આવી. પહોંચી “નમસ્તે” કહી અવધુત તરફ તેણે હાથ જોડયા. જાણે પુરાણુ ઓળખાણ ન હોય તેવી રીતે હાસ્યથી મુખ મલકાવતે ને આંખમાંથી જાણે અમી વરસાવતો હોય તેમ તે બેલ્યો. “ આપ કઈ નવીન પરદેશી જણ છે! આપને અહીયાં પહેલી જ વાર મેં તમને જોયા. કહે જોઉં આપ કઈ તરફ પધારે છે ?
“અમારે સંન્યાસીને દેશ શું કે પરદેશ શું ? આજ અહીંને કાલ બીજે. આજની રાત અહીયાં પસાર કરી આવતીકાલે પ્રાત:કાળે આગળ ચાલ્યા જઈશું !