________________
તન્વાર્યાયિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧
સૂત્રાર્થઃ
અજીવકાયવાળા ધર્મ-ધર્માસ્તિકાય, અધર્મઅધર્માસ્તિકાય, આકાશ આકાશાસ્તિકાય, (અને) પુદગલો-પુદ્ગલાસ્તિકાય, છે. પ/૧૫ ભાષ્ય :
धर्मास्तिकायोऽधर्मास्तिकाय आकाशास्तिकायः पुद्गलास्तिकाय इत्यजीवकायाः, तान् लक्षणतः परस्ताद् वक्ष्यामः, कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थं च ।।५/१।। ભાષ્યાર્થ -
શસ્તિયો ...... ૨ | ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય એ પ્રકારના અજીવકાયો છે. તેઓને આજીવકાયોને, લક્ષણથી આગળમાં અમે કહીશું. અજીવ શબ્દની સાથે કાયનું ગ્રહણ પ્રદેશ અને અવયવોના બહુત્વ માટે છે અને અાસમયના પ્રતિષેધ માટે છે. li૫/૧૫ ભાવાર્થ
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ સ્વરૂપ કાયવાળા અજીવકાયો ચાર છે. સૂત્રમાં અજીવ ન કહેતાં અજીવકાર્ય ગ્રહણ કર્યું, એથી એ પ્રાપ્ત થાય છે કે ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યોનું પ્રદેશબહુત્વ છે અર્થાત્ ત્રણ એક એક દ્રવ્યો છે છતાં અણુ જેટલા નથી; પરંતુ ઘણા પ્રદેશવાળા છે. આથી જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશાત્મક એક એક દ્રવ્ય છે અને આકાશ અનંત પ્રદેશાત્મક એક દ્રવ્ય છે. વળી કાયગ્રહણ પુદ્ગલાસ્તિકાયમાં અવયવબહુત્વ બતાવવા માટે છે અર્થાતુ પુદ્ગલો એક નથી પરંતુ અનંતા છે. તે અનંતા પુગલો સ્કંધરૂપે પણ છે અને પરમાણુરૂપે પણ છે. તેમાં જે સ્કંધો છે તે રૂપ પુદ્ગલદ્રવ્યના અનેક અવયવો છે, એ બતાવવા માટે કાયનું ગ્રહણ છે.
વળી સૂત્રમાં ‘મનીયા :' એમ કહીને જે કાયનું ગ્રહણ છે તેનાથી અદ્ધાસમયરૂપ કાલનો પ્રતિષેધ થાય છે; કેમ કે જગતમાં જે પ્રસિદ્ધ કાલ છે તે કાલ કાયસ્વરૂપ નથી; આથી જ સૂત્રમાં પણ ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલને ગ્રહણ કરેલ છે, કાલને ગ્રહણ કરેલ નથી; કેમ કે કાલરૂપ અદ્ધાસમય કાયરૂપ નથી.
અહીં અજીવ કહેવાથી જીવત્વ ધર્મથી રહિત પદાર્થોના અસ્તિત્વની પ્રાપ્તિ થાય છે અને કાય ગ્રહણ કરવાથી તે અજીવદ્રવ્ય અનેક પ્રદેશોના સમુદાયરૂપ કે અનેક અવયવોના સમુદાયરૂપ છે તેમ પ્રાપ્ત થાય છે. તે દ્રવ્યો ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ ચાર છે, અન્ય કોઈ અજીવકાયવાળું દ્રવ્ય નથી. I/પ/પા