________________
તારી પયામાં સિધ્ધને સ્થાપ્યા છે તેથી તું અ૯પજ્ઞપણે ને રાગપણે રહી શકશે નહી હવે સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ ને સર્વજ્ઞ થઈશ . એમ હે શ્રોતા ! તુ નિઃસંદેહ જાણ. (૬)
છે જેણે સર્વજ્ઞને પિતાની પર્યાયમાં પધરાવ્યા તેને હવે કાંઈ કરવાનું રહ્યું છે નહિ. જેમ સર્વજ્ઞ , જાણનાર છે તેમ તેની સ્થાપના જેણે પોતામાં કરી છે તે પણ જે થાય તેને માત્ર જાણનાર જ છે. ફેરફાર કરવાની વાત જ નથી દ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવ છે, એ સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા એને. સવ થવાને નિર્ણય આવી ગયો બસ એ “” સ્વભાવમાં વિશેષ કરતાં કરતાં પર્યાયમાં સર્વ થઈ જશે. બીજુ કંઇ કરવાનું રહ્યું જ નહિ. (૮)
) આ બાળ-ગોપાળ સી ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું નથીતેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણું છે માટે જ્ઞાન થાય છે એમ એનુ જોર ૫૨મા જ જાય છે. એની શ્રધ્ધામાં પિતના સામને વિશ્વાસ જ આવતું નથી તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી (૧૨).
જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું ? એ IN નિશ્ચય કરતાંજ કર્તુતબુધ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે ત્રિકાળીને સર્વ જાણનાર-દેખનાર છે
એમ હું પણુ ત્રિકળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકળી સાયક-સ્વભાવને નિશ્ચય કરાવે એ જ સમ્યગ્દર્શન છે. (૧૯)