________________
૮૪
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -- નથી. શ્રી દશાર્ણભદ્ર તથા શ્રી સુધર્મા ઇંદ્ર બેય મુકુટવાળા હતા. પણ શ્રી દશાર્ણભદ્ર મુકુટ ઉતાર્યો કે તરત તેમને સુધર્મા ઇંદ્ર નમ્યા. “એ કાયદો આ શાસનમાં છે. સુધર્મા ઇંદ્રનો મુકુટ મોટો હતો, એ અસંખ્યાત દેવોના સ્વામી હતા, છતાં પણ શ્રી દશાર્ણભદ્ર મુકુટ ઉતાર્યો કે તરત, સુધર્મા ઇંદ્ર શ્રી દશાર્ણભદ્રને નમ્યા. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુને પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપી મુકુટ છે.
કમળના સ્થાને આચાર્ય છે. કમળ પેદા થાય કાદવમાં, વધે પાણીથી, પણ કાદવ તથા પાણી ઉભયને તજીને બહાર આવે. ઉપર રહે. જો કમળ અંદર રહી જાય તો કીડાની જેમ ચગદાઈ મરે. કમળ કાદવ અને પાણીમાંથી ઊંચે ક્યારે આવે – એ મહાપ્રશ્ન છે.
જેમ નાળ ઉપર ચોંટી રહેલું અને અખંડિત નાળવાળું જ કમળ બહાર આવે અને સજ્જનને આનંદ પમાડે, તેમ શ્રીસંઘરૂપ કમળ પણ પોતાના અખંડિત શ્રતરૂપ નાળના યોગે જ બહાર આવે. જે શ્રી સંઘરૂપ કમળ મૃતરૂપ નાળને ન વળગી રહે, તે ક્યાં જવા સરજાયેલું છે ? જેને શ્રુતરૂપ નાળ ઉપર રહેવું ન હોય અને જે અત્યારે “શ્રુતબ્રુત” ઉપયોગી નથી, એમ કહે-એ કમળ ક્યાં જાય ? એ કમળ સજ્જનને શરણ લેવા લાયક નથી, સજ્જનના મસ્તકે રહેવા લાયક નથી. એ તો પાણીમાં પડી ભીંજાઈ, કાદવમાં કોહવાઈ જઈ કીડાનો ભોગ થવા સરજાયેલું છે. શ્રીસંઘરૂપ કમળની શ્રુતજ્ઞાનરૂપી નાળ અખંડિત જોઈએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી તે નાળને વળગી રહેવું જોઈએ. શ્રીસંઘરૂપી કમળની આધારભૂત નાળ એ આ આગમ છે. માટે જ સંઘમાં આગેવાન પદે બેઠેલા સૂરિ પણ શ્રુતના બળે જ ચાલે. વડીલની આજ્ઞા ન માને અને અયોગ્ય આજ્ઞા માને એ બંનેય કુપુત્ર છે !
હવે મુદ્દા ઉપર આવો. માબાપની આજ્ઞા શા માટે માનવી એ સમજાવો. પોતાના ભલા સાથે માબાપના ભલા માટે એ આજ્ઞા માનવાની છે. જે આજ્ઞાથી પોતાના ભૂંડા સાથે માબાપનું પણ ભૂંડું થાય તે આજ્ઞા પણ માનવી-એમ ? શાસ્ત્રમાં વિધાન છે કે-સાધુને દેખતાં જ હાથ જોડવા એમ ન કરે તે વિરાધક ! પણ સાથે જ કહ્યું કે-સાધુ ઉન્માર્ગે હોય એવું પોતે જાણ્યા છતાં, કોઈ ખાસ કારણ સિવાય હાથ જોડે તોયે એ વિરાધક ! સાધુને માનવા એટલી જ આજ્ઞા પકડીને વેષમાં રહેલા ગમે તેવા આચાર-વિચારવાળા માત્ર મુનિ નામધારીને પણ માને અને પૂજે-એ પ્રભુ માર્ગના નાશક કે પાલક? સાધુ પૂજ્ય હતા, પણ એમાંથી પૂજાવાપણાનો ગુણ ઊડી ગયા પછી પણ, જેઓ કેવળ દૃષ્ટિરાગના જ