Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 590
________________ 569 પરિશિષ્ટ-૩ – - ૫૬૯ પ્રકારનો સાથ હોય જ નહિ.” તેમજ “ખાદી ન પહેરવાની બાધા આપી રહ્યા છે વિગેરે. આ પ્રમાણેની જાહેરાત કરીને તેઓએ પોતાની જાતને બરાબર ઓળખાવી છે. સત્યાગ્રહની હિલચાલના નાયક પોતે જગતના ચોગાનમાં ખુલ્લું કહીને જાય છે, પોતાને કેમ પકડતા નથી એવી દાંડી પીટી પીટીને જાય છે, એંસી જણ સાથે ન પકડે તે એંસી હજાર સાથે કેમ પકડશે ? એમ કહીને આવી ખુલ્લી રીતે જનારને કોઈપણ ચોર કહે ખરો ? ખરેખર, આ પત્રિકાના કાઢનારાઓએ બુદ્ધિનો સહેજ પણ ઉપયોગ કર્યા વિના જ આ લખાણ પ્રગટ કર્યું છે. ઈર્ષ્યાથી આવી રીતે પામર આત્માઓ બનાવટી વાતો ઊભી કરે છે. આ બધું કહેવાની આપણને જરૂર નહોતી, પણ આ લોકોએ આપણને ફરજિયાત બોલવાનો પ્રસંગ આપ્યો છે. જે વખતે જે પ્રવૃત્તિ ચાલતી હોય, તેના ઓઠા તળે વિપ્લવ જગાડવાની એઓની દુષ્ટ મનોવૃત્તિ સ્પષ્ટ થાય છે. જૈન યુવક સંઘના સેક્રેટરીઓ, સોલિસિટર, પ્રોફેસર અને અન્ય ડીગ્રીઓને ધારણ કરનારા છે : એના સભ્યોમાં પણ એલ.એમ. એન્ડ એસ, કે. એમ. બી. બી. એસ. વિગેરે ડીગ્રીધરો છે, પરંતુ દુર્ભાવના જાગે ત્યારે વિદ્યાનો દુરુપયોગ કરવાનું જ મન થાય છે, તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. દુર્ભાવનાને આધીન થયેલો ખોટું બોલતાં કે લખતાં જરાયે અચકાતો નથી. પરંતુ હું કહું છું કે, આથી એમની પ્રતિષ્ઠા ઘટે છે અને ડીગ્રીઓ લાજે છે. જેમના પગલે ચાલવાનો તેઓ દેખાવ કરે છે, એમણે “તો કહ્યું છે કે, “આ લડત શરૂ થયા પછી ભણનાર વિદ્યાર્થી, કૉલેજિયન, વકીલ અને વેપારી જો સ્કૂલ, કૉલેંજ, કોર્ટ કે દુકાન ન છોડે તો તે દેશના દ્રોહી છે” હવે વિચાર કરશો તો માલૂમ પડશે કે, દેશના વાસ્તવિક દ્રોહી કોણ છે ? જેઓ આજે વાતો કરે છે, તેઓને તપાસો તો વસ્તુતઃ દંભ જ જણાઈ આવશે. દેશની હિલચાલના નાયકો આવાઓને સારી પેઠે ઓળખે છે. દેશનાયકો જે કૉલેજોને પોષવાની પોકારી પોકારીને ના કહે છે, તે કૉલેજોને આ લોકો જ પુષ્ટ કરી રહ્યા છે. હિંસા કરીને પણ ડૉક્ટરી લાઇન ચલાવી રહ્યા છે, એ શું ઓછું શરમભર્યું નથી ? જે સમયે રાજકીય પ્રવૃત્તિમાં પણ અહિંસક રહેવાની ઉદ્યોષણાઓ થાય છે, તે સમયે વિદ્યાભ્યાસમાં પણ હિંસાનું સમર્થન કરનારા આ લોકો જ છે. કોર્ટમાં ગયા વિના એક દિવસ પણ રહી શકતા નથી. રાજ્યનાં ખાતાંઓને એ નિભાવે છે, કારખાનાંઓ ખોલાવે છે અને વળી દેશભક્તિના ઘવાઓ પણ એઓ જ કરે છે ! દેશહિતથી વિપરીત વર્તન કરનારા આ ડિગ્રીધરો છે કે સાધુઓ છે, તે જગતથી અજાણ્યું નથી. તેમનામાંના કેટલાએ વકીલાત છોડી ? કેટલા ઘર છોડી ગયા ? કેટલા જેલમાં જવા તૈયાર થયા ? હું તો કહું છું કે, દેશની સુલેહ થાય ત્યારે દેશદ્રોહી તરીકેના પ્રથમ ચાંદને લાયક

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598