________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
આવાંઓ જ ઠરશે. આપણે તો કહી શકીએ તેમ છીએ કે, ‘અમે ધર્મક્રિયાઓમાં રક્ત હતા, દર પંદર દિવસે દેશની, દેશનાયકોની, પૂરજનોની અને જગતભરની શાંતિ માટે, ‘શાંતિર્ભવતું’ના પાઠથી શાંતિ ઇચ્છતા હતા. દુનિયાભરની શાંતિ માટે અમારી પ્રાર્થના ચાલુ જ હતી.” એટલે દેશ તથા દુનિયા માટે આપણી પ્રવૃત્તિ તો ઉ૫કા૨ક છે. યંત્ર, મિલ, કારખાનાં એ બધાને જૈનશાસનમાં પાપ માનેલ છે. જૈનધર્મની દૃષ્ટિએ પંદર કર્માદાન (હિંસક વ્યાપારો)ના આપણે સખ્ત વિરોધી છીએ. વર્તમાનમાં આરંભ-સમારંભને વધારનારું જે શિક્ષણ દુનિયામાં અપાઈ રહ્યું છે, તેની તો જૈન સાધુઓ ના પાડતા જ આવ્યા છે. આજે દેશના નામે વાતો કરનારા એ શિક્ષણ છોડી શકતા નથી, એનું શું કારણ છે ?
૫૭૦
570
શું તમને એમ નથી લાગતું કે, આ વાતો કરનારાઓને કાંઈ પણ અમલ નથી ક૨વો અને માત્ર ધર્મ પ્રત્યે જ વૈર કેળવવું છે ? મારી તમને સલાહ છે કે, એવાઓને ઝપાટે ચડી ધર્મને ન ભૂલશો, ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ ! ધર્મ · ભૂલીને દેશની કે કશાની આબાદી કોઈ કરી શક્યું નથી; કરી શકતું નથી અને કરી શકશે પણ નહિ. દેવ-ગુરુ-ધર્મને આધા મૂક્યા તો બરબાદ થશો અને ગાંડામાં ખપશો. પરમ તારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય એવી જ બધી જ પ્રવૃત્તિ કરો અને એ આજ્ઞાનો ઘાત થાય એવી પ્રવૃત્તિઓને છોડી દો ! એ પરમ તારકની આજ્ઞાના સેવનમાં ફક્ત સ્વનું જ નહીં પરંતુ સમસ્ત વિશ્વનું કલ્યાણ સમાયેલ છે.
મુંબઈ
તા. ૧૧-૬-૧૯૩૦
લિ. શા. હઠીચંદ દીપચંદ સંપાદક : જૈન પ્રવચન