Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 589
________________ ૫૯૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 558 આગેવાનને કબૂલ કરવું પડ્યું કે, “દારૂ ઈંડા પ્રકરણની ચર્ચા કોઈ તત્ત્વ ઉપર ઊભી થયેલી નહોતી, તેથી તેને લગતી આખી હિલચાલમાં આપણે પહેલાંથી છેલ્લે સુધી ખાલી આવેશને વશ બનીને ધમાલ કરી છે, એમ કહ્યા વિના નહિ ચાલે અને તેથી જ આપણે આ બાબતમાં જૈનેતર વર્ગમાં ભારે હાંસીપાત્ર બની રહ્યા છીએ, એમ તટસ્થ જોનારને કબૂલ કરવું પડશે. પ્રવચનકાર કે ઉપદેશકારને આવી રીતે ઉપદેશ કરવાનો હક્ક છે. પ્રસ્તુત ચર્ચા નિરર્થક હતી અને અનર્થકારક બની છે? વિગેરે. આ ઉપરાંત વ્યાખ્યાન બંધ કરાવવા માટે પણ બધે ફરી વળ્યા, પણ તેમાંય પાછા જ પડ્યા. આવી રીતે એ બધી જ બાબતોમાં પાછા પડવાથી હવે તેઓ, એક નવો જ દાવ ખેલી જુએ છે અને કોઈપણ રીતે એ ધૂળ ઉડાડવાનો ફૂટે પ્રયત્ન આદરે છે. એઓએ જોયું કે, અત્યારે સત્યાગ્રહની હિલચાલ જોસભેર ચાલી રહી છે, એટલે તેને માટેના કંઈક અયોગ્ય શબ્દો મહારાજના મુખમાં મૂકીએ, તો આપણી ફાવટ થાય એમ માનીને એક અથડામણ ઊભી કરનારો કિસ્સો ઉપસ્થિત કર્યો છે. પણ એ કિસ્સો ઊભો કરવાની ઘેલછામાં અને તેની પ્રસિદ્ધિ કરી સાધ્યસિદ્ધિ કરી લેવાના તાનમાં, તેઓ એ પણ ભૂલી ગયા કે, શ્રી જિનેશ્વરદેવના પ્રવચનને પામેલો અને પ્રભુમાર્ગને જાણનારો એવું ગાંડું ન જ બોલે, કે જે ચારની વચ્ચે પુરવાર કરવું પણ ભારે પડે : બિચારા વિરોધ કરનારા સીધો હલ્લો ન લાવી શકે, એટલે બનાવટી વાતો ન નિપજાવે તો બીજું કરે પણ શું? હું તો રોજ કહું છું કે, દુનિયાની કાર્યવાહી સાથે સાધુઓને કશું જ લાગતુંવળગતું નથી. સાધુ તો સારા સંસારને એટલે કે રાજ્ય, ઋદ્ધિ, સિદ્ધિ અને સાહ્યબી વિગેરે તમામને અસાર માને છે : કેવળ એક મોક્ષને જ વાસ્તવિક રીતે સારભૂત માને છે. શ્રી જિનેશ્વરદેવે એ જ કહ્યું છે અને અમે પણ એ જ માનીએ છીએ અને અહીં આવે એને રોજ એ જ સંભળાવીએ છીએ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર સિવાય ચોથી કોઈ વસ્તુની વાત આપણે કરતા નથી : માત્ર એ રત્નત્રયીનું જ મંડન કરીએ છીએ. આથી તો વિરોધીઓ સમજ્યા કે, “અહીં તો સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર સિવાયની ચોથી વાત જ થતી નથી. એટલે જ એ લોકોએ નવો દાવ ફેંક્યો અને આ (મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા) પત્રિકામાં “જાણકાર'ના તખલ્લુસથી જાહેર કર્યું કે, રામવિજયજી કહે છે કે, “આ લડતમાં ગાંધીને પૈસાની કે માણસની મદદ કરવી તે પાપ છે, કારણ ગાંધી મીઠાની ચોરી કરવા જાય છે, તેથી સાચા શ્રાવકોનો ચોરીમાં કદાપિ કોઈ

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598