Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 588
________________ પરિશિષ્ટ-૩ મુનિપ્રવરશ્રી વિરોધીઓના આંતર સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે. “જાણકાર'ના તખલ્લુસથી “જૈન યુવક સંઘ પત્રિકાએ ફેલાવેલી તદન બનાવટી અફવા ! મુંબઈમાં સ્થપાયેલા જૈન યુવક સંઘની ધર્મનાશક પ્રવૃત્તિથી કોઈ અજાણ્યું નથી. તેણે પૂજ્ય મુનિ મહારાજાને નિંદવાની પ્રવૃત્તિઓ કરવામાં આજ સુધી કશી જ કમીના નથી રાખી. પોતાના પરમ ગુરુદેવોની છત્રછાયા નીચે અહીં લાલબાગમાં બિરાજતા મુનિપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ, કે જેઓ ઉન્માર્ગોનું ઉન્મેલન કરનારી અને મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારી દેશના નિરંતર આપી રહ્યા છે, તેઓને હલકા પાડવા માટે અને તેઓની દેશના અટકાવવા માટે અનેકાનેક પ્રયત્ન કરવા છતાં, નિષ્ફળ નીવડવાથી “હાર્યો જુગારી બમણું રમે' એ કહેવત અનુસાર એક છેલ્લો દાવ ખેલવામાં આવ્યો છે, અને તે દ્વારા ઇક્યું છે કે, મુનિપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ કોઈપણ રીતે હલકા પડે અને આપણે આપણું ધાર્યું કરી શકીએ; પણ તેઓની તે ધારણા આકાશ-કુસુમ મેળવવા જેવી છે. આ છેલ્લા દાવમાં તેઓએ ભયંકર જૂઠનું સેવન કરવા સાથે, મૂર્ખતાનું પણ વિચિત્ર પ્રદર્શન કર્યું છે. તે દર્શાવવા માટે બુધવાર તા. ૨૯-૩-૩૦ના દિવસે વ્યાખ્યાન સમાપ્ત થવા અગાઉ મુનિપ્રવરશ્રીએ જે ખુલાસો કર્યો છે, તે જનતાની જાણ માટે રજૂ કરવામાં આવે છે - મુનિપ્રવરશ્રીનો ખુલાસો - “નિરંતર વ્યાખ્યાનમાં આવતાં તમે જાણો જ છો કે, વર્તમાન રાજદ્વારી હિલચાલના સંબંધમાં, તે હિલચાલમાં પ્રકટ થયેલી આપણને હિતકારી એક-બે બાબતો સિવાય કોઈપણ દિવસ આપણે કશું જ બોલ્યા નથી. વિરોધ કરનારાઓએ આજ સુધી અનેક રીતે વિરોધ કર્યો, પણ તેઓ તદ્દન ઉન્માર્ગે હોવાથી જરા પણ ફાવી શક્યા નથી. એકાંત હિતબુદ્ધિથી કહેવાયેલા એક વાક્યને ઉપાડી, ઠામ ઠામ દોડાદોડ કરી અને વસ્તુસ્થિતિથી અજ્ઞાન લોકોને ભેળાં કરી, ઠરાવો કર્યા અને કાગળના ઘોડે તે ઠરાવોને દોડાવ્યા. પણ તેમાંયે તેઓએ ભયંકર નિષ્ફળતા મેળવી અને પરિણામે એ ચળવળના એક

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598