Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 586
________________ 565 પરિશિષ્ટ-૨ - ૫૬૫ વ્યવહારમાં પ્રાધાન્ય છે પુરુષોનું અને એ જ પ્રાધાન્ય રહેશે, ધર્મમાં પણ પુરુષોનું, સત્તા અને હક્ક એ મિલકત છે. વ્યવહારમાં પુરુષની અને એ રહેશે મિલ્કત ધર્મમાં પણ પુરુષની, જોઈ લઈશું કે હવે તીર્થકર કેમ બનાય છે તે. લખો લખો કે હવેથી તીર્થકરત્વ શક્ય નથી સ્ત્રીઓ માટે, ફતવા બહાર પાડો કે સ્ત્રીઓથી તો શું પણ સાધ્વીઓથી પણ અમુક શાસ્ત્ર નહિ વંચાય, વ્યાખ્યાન નહિ વંચાય. પુરુષોને, વ્યાખ્યાન વાંચી ધર્મનો ઉપદેશ શું સ્ત્રીઓ આપશે ? અશક્ય. એમ હોય તો તે માટે જોઈતી લાયકાત અને અભ્યાસના માર્ગ બંધ કરો. લખો કે એ એમનો ધર્મ નથી. લખો લખો કે ધર્મ-વ્યવસ્થામાં બધી, પદવીઓ “રીઝર્વ” થઈ ગઈ છે. સાધુઓ માટે, ધાર્મિક પદવીઓ માટે, તેમને સ્થાન નથી, કારણ કે તેમની લાયકાત નહિ અને તે લાયકાત મેળવવી નહિ, એવું ધર્મનું ફરમાન છે. સાધ્વીઓનું કાર્ય પૂછો છો ? તો લખો કે તેમણે સાધુઓનાં કપડાં ધોઈ આપવાં, અમે નાના ચેલાઓ ચોરી લાવીએ તે ઉપાશ્રયમાં સંતાડવા, અમારા તાબામાં રહેવું અને અમારી આજ્ઞા ઉઠાવવી. સાધ્વી ગમે તેટલી મહાન હોય તો પણ એક અલ્પ સાધુ તો શું ! પણ અલ્પ પુરુષ પણ નહિ વંદે !! તેઓ પરિષદ, મહાસભાકે સભાઓના પ્રમુખ થવા કે મંત્રી થવાને લાયક છે. પણ આપણી જ્ઞાતિ કે સંઘના શેઠ કે સંઘપતિ, પ્રમુખ કે મંત્રીની પદવીને લાયક ગણાતા નથી અને સાધારણ રીતે આમ થઈ શકે, એ વાત સ્ત્રીઓને સૂઝતી પણ નથી. xxx આ સત્તા અને હક્કની વાત થતાં જ પુરુષવર્ગની અને તેમાં પણ રૂઢિ અને સ્થિતિચુસ્ત વર્ગની અસહિષ્ણુતા ભભૂકી ઊઠશે, એવી તેમને સોએ સો ટકા ખાતરી હોવાથી, આ જાતની મહત્ત્વાકાંક્ષા ઉદ્ભવતી જ નથી. , આ રીતે તેઓ તરફથી જૈન ધર્મને નિંદાનારાં અનેક લખાણો પ્રગટ થયાં છે અને વળી તે પુસ્તકાકારે બહાર પાડવાનું જાહેરનામું નીકળ્યું છે. સમાજમાં ફેલાવવામાં આવતું આ ઝેર, જતે દિવસ કેવું ભયંકર સ્વરૂપ પકડશે તે જણાવવાની આવશ્યકતા અમારે હોય નહિ. આવાં અધમ કોટીનાં લખાણો બહાર પાડીને મુગ્ધજનોની શ્રદ્ધા ઉપર તેઓ લૂંટ ચલાવી રહ્યા છે, અને તેને વિચાર-સ્વાતંત્ર્યનું ઉપનામ આપી લોકોને તેની જાળમાં ફસાવવા માંગે છે. કોઈપણ જાતના પુરાવા વિના ગીતાર્થોને સ્વાર્થી અને પૂર્વાચાર્યોને ભ્રષ્ટ બુદ્ધિના કહેવાનો, “ઇતિહાસના અંગારા અને ઇંદ્રજાળીઆ' આવાં આવાં વિશેષણો આપવાનો, તેમને શું અધિકાર છે ! એટલું પણ પૂછવા માટે, શું આજે સમાજ

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598