________________
563 – પરિશિષ્ટ-૨ -
૫૬૩ સંન્યાસ મૂકી દઈ રાષ્ટ્રીય સંન્યાસ સ્વીકારવો પડશે, અને તે માટે જોઈતી તૈયારી મેળવવી પડશે. જો હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ સાધુઓ રાજકીય ક્ષેત્રમાં પોતાની શક્તિનો ઉપયોગ કરી, જગત અહિંસાના પાઠ શીખડાવવા પ્રયત્ન કરે, તો બીજાએ કેમ ન કરવું જોઈએ ? xxx નહિ તો જગત્ પોકારશે કે “ધર્મ નહિ જોઈએ.” તા. ૨૫-૧૧-૨૯ “સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૨૦
| શિક્ષણ અને સંસ્થાઓ “આપદ-ધર્મ સમયધર્મ કે રોગ ?”
સંપ્રદાય-ક્રિયાકાંડ અને ગોખણપટ્ટી
“ઊલટું આપણે અત્યારના પ્રવૃત્તિ-માર્ગને અને ખાસ કરીને ભૌતિક પ્રવૃત્તિ માર્ગને જેટલો મોડો અપનાવીશું તેટલા બધી રીતે પાછળ પડતા જઈશું.”
આપણે જરૂર ઇચ્છીશું અને જે બનવાનો સંપૂર્ણ સંભવ છે કે, જ્યારે આજના યુવાન વિદ્યાર્થીવર્ગમાં હાથમાં આપણાં છાત્રાલયો, ગુરુકુલો કે વિદ્યાલયોનો કારભાર જશે ત્યારે તેઓ પહેલું કાર્ય “શ્વેતાંબર મૂર્તિપૂજક”, “દિગંબર” “સ્થાનકવાસી” કે “જ્ઞાતિ” વિગેરે એમ લગાડનારા સંકુચિત વિશેષણોને એક સપાટે સળગાવી મૂકશે.” - ' “આપણી ઘણીખરી સંસ્થાઓ જીવદયાના સિદ્ધાંત પર ચલાવાતી હોય તેમ લાગે છે. આપણાં છાત્રાલયો એટલે ખોડાં ઢોરોની પાંજરાપોળો કે માંદાઓ માટેની હૉસ્પિટલો, એમ કહીએ તો ચાલે.”
જો સમાજ કેળવણીની ભૂખને, આર્થિક દૃષ્ટિએ પહોંચી ન વળતો હોય તો તેણે કેળવણીના ક્ષેત્ર અર્થે બધી સામાજિક મિલકત સંઘની સંમતિથી જ્ઞાનખાતામાં ફેરવી નાંખવી જોઈએ. પછી તે મિલકત દેવદ્રવ્ય હોય કે સાધારણ
' દ્રવ્ય હોય.”
ગોખણપટ્ટી અને ક્રિયાકાંડ ઉપર વધારે પડતું મહત્ત્વ અપાય છે. જ્યારે