Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 587
________________ પકક સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 558 તદ્દન નામર્દ બની ગયો છે ! શું જૈન પૂર્વાચાર્યો માટે આટલું પણ માન આજે નથી રહ્યું ! શું જૈનસમાજને તેનાં જિનમંદિરો અને મૂર્તિઓના આરાધનથી કાંઈપણ ફાયદો નથી જણાતો ! શું જૈન સમાજ પોતે હયાત રહીને પણ, તેના હિતને માટે લખાયેલાં શાસ્ત્રોને ઉખેડી નંખાવવા અને ભસ્મીભૂત કરાવવા માંગે છે ! અથવા શું જૈનસમાજ જગતમાં અગ્રપદે બિરાજમાન ત્યાગમાર્ગમાં પોતાના તરફ અને ઉદ્ધારક ધર્મગુરુઓનો વહેલામાં વહેલો વિચ્છેદ જોવા માંગે છે! જો તેમ નથી તો શા માટે આવા ધર્મદ્રોહી લેખકો અને તેને લખાવનારાઓની ખબર નથી લેવાતી ? અમે વર્તમાન જૈન સમાજને પૂછીએ છીએ કે શું તેને આ વીસમી સદીના કહેવાતા પેટભરા-સ્વાર્થી-સ્થાનભ્રષ્ટ લેખકોની કલમો દ્વારા પ્રસરી રહેલ ભયંકર વિષથી પોતાનું તથા પોતાની ભાવિ પ્રજાનું અનિષ્ટ નથી દેખી : શકાતું ! તેના પરમ નિઃસ્પૃહી અને અદ્વિતીય પ્રમાણિક પૂર્વાચાર્યો કરતાં આ ભાડૂતી લેખકોની કિંમત શું અધિક આંકે છે ! એમ માનવાને કોઈપણ તૈયાર થાય જ નહિ. અમે આથી અખિલ ભારતવર્ષના તમામ સંઘનાયકોને, ઓ જાતના વિષનો વધુ ફેલાવો થતો અટકાવવા માટે અને જૈનજાતિમાં ઉત્પન્ન થયેલા આ કુલાંગારોને તેઓના અક્ષમ્ય અપરાધનું યોગ્ય શાસન આપવા માટે, અમે ઉદ્દઘોષણાપૂર્વક અપીલ કરીએ છીએ. પૂજ્ય સાધુ-સાધ્વીઓએ પણ હવે પોતાના સંયમના નિર્વાહ માટે તેમજ તેમને અનુસરી રહેલ શ્રદ્ધાળુ વર્ગના હિતને માટે, આ સંબંધમાં યોગ્ય પ્રયત્ન કરવાનો સમય આવી લાગ્યો છે એમ અમારું નમ્ર મંતવ્ય છે. લિ. શ્રીસંઘના સેવકો, કેસરીચંદ હીરાચંદ ઝવેરી લાલભાઈ ચંદુલાલ ઝવેરી શેઠ મણીલાલ કરમચંદ શેઠ મોતીલાલ પુંજમલ લલ્લુભાઈ ધનજી શાહ ચુનીલાલ માવજી શાહ

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598