________________
in૩
– ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 -
- ૧૧૩
- ચક્રના રૂપકમાં સત્તર પ્રકારના સંયમરૂપ તુંબ, બાર પ્રકારના તારૂપ આરા અને સમ્યગદર્શન રૂપ બહારની પીઠની ભૂમિ; આ બધું એકી સાથે ક્યાં હોય ?
રથનું રૂપક જુઓ ! શીલરૂપ પતાકા, તપ-નિયમ રૂપી અશ્વો અને પાંચે પ્રકારના સ્વાધ્યાય રૂપી મધુર ધ્વનિ ચાલુએ તમામ પણ એક સાથે ક્યાં હોય ? મર્યાદામાં રહેનાર અને રાખનારના, સેવ્ય અને સેવકના ભેદ પાડવા જોઈએ. એ ભેદ વિચારે તો બધું સમજાય! પણ એ ભેદ એ લોકો પાડી શકતા નથી.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રીસંઘને નગરરૂપે, ચક્રરૂપે, રથરૂપે, કમળરૂપે, ચંદ્રરૂપે, સૂર્યરૂપે, સાગરરૂપે અને મેરૂ પર્વતરૂપે ખવાય છે. તેની ઘણી જ ઉત્તમતા બતાવાય છે.
આજે શાસ્ત્રવચન ઉપરનો વિશ્વાસ ઊઠી જવાને લઈને, તેવા કેટલાક આત્માઓની સ્થિતિ ડામાડોળ થવા માંડી છે. એ શાથી થયું ? એનું કારણ એક જે કે-સંસારની વાસના અને વિષય-કષાયની માત્રા વધી માટે ! શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ તથા આગમ પ્રત્યે દુર્ભાવનાનું કારણ શું ? એ બધા અઢારે પાપસ્થાનક છોડવાનું કહે છે, લાખ-બે લાખ આપવાનું તો કહેતા નથી ને ? સોનાનાં જ મંદિર કરાવો, એમ કહે છે ? કોટ્યાધિપતિ જ આ ધર્મ પાળી શકે, બીજા નહિ, એવું કહ્યું ? નહિ જ, કારણ કે-આ ધર્મ ચક્રવર્તી તથા રંકઉભય સમાનતાથી પાળી શકે છે. આવું છતાં આમના પ્રત્યે, આ દેવ, ગુરુ અને વિધર્મ પ્રત્યે દુર્ભાવનાનું કારણ માત્ર સાંસારિક લાલસા સિવાય બીજું શું કહી શકાય તેમ છે ? - આ આગમ, દુનિયાના જીવોની સાંસારિક લાલસા ઉપર કાપ મૂકે છે. આ આગમ રોજ પાપની ખુલ્લા શબ્દોમાં નિંદા કરે છે ! પાપના પ્રેમી આત્માને શ્રીસંઘરૂ૫ ઉત્તમ નગરમાં સ્થાન નથી-એવું આ આગમ પોકારી પોકારીને રોજ કહે છે. એથી જ પાપના પૂજારીઓ ગભરાઈ ગયા છે અને શ્રીસંઘની સુંદરતામાં કદરૂપતા લાવવા મથે છે. મંદિર અને ઉપાશ્રયના ટ્રસ્ટીઓની ફરજ
શ્રીસંઘની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? શ્રીસંઘ જો સાચી રીતે જાગૃત થાય, તો બધું જ વ્યવસ્થિત થઈ શકે એમ છે. આજે તો વગર યોગ્યતાએ પૂજાવાના કોડ પેદા થયા છે અને એ કોઈ પણ રીતે પૂરી શકાય તેમ નથી જ ! આજે દેરાસરો અને અન્ય ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓ માટે પણ કડવી ફરિયાદો ઊભી થાય છે. જો કે-આપણે ખોટી રીતે ટીકા કરનારાઓની દરકાર કરતા જ