________________
૩૩ - ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉમૂલન - 26 – ૩૧૩ ભાવના ગઈ છે, એટલે તો વધુ ને વધુ પ્રેરણા કરવી પડે છે; સમજ આપવી પડે છે; કર્તવ્ય ચીંધવું પડે છે ! છતાં હું તો કહું છું કે –
મારા માલની હું ચિંતા કરું તે તમને ઠીક લાગે તો એમાં એવી ચિંતા કરવા ભેગા મળો અને ઠીક ન લાગે તો ન મળો, પણ એને ખોટું કેમ કહો છો ?
સભાઃ લાલ થવાય ?
હા ! શાસ્ત્ર કહે છે કે સામાનું બૂરું ન ઇચ્છાય પણ કેવો પાપાત્મા છે કે સુધરતો નથી, એમ તો થાય ! હા, એ નરકે કેમ જતો નથી, એ ભાવના ન થાય ! બાપ પણ પોતાના દીકરાને તેની ખોટી અને ભયંકર કાર્યવાહી જોઈને “કજાત’ કહે છે ને ? પોતાના તનથી પેદા થયેલાને પણ “કજાત” કહે છે ને ? દીકરાની જાત કજાત તો પોતાની કેવી ?” એમ કોઈ પૂછે તો ? તો પેલાને કહેવું પડે કે, “હીરા ! જરા ભાવને સમજ ! જાતમાં જન્મીને કજાત થાય છે ? એમ કહેવાનો આશય છે.' કજાતને કજાત કહેવાની જરૂર શી ? એ તો કજાત છે જ, પણ કજાત કહેવામાં આવે ત્યારે, એ જાતમાં જન્મ્યો છતાં કજાત થયેલો છે માટે કહેવાય છે એમ સમજવું.
આર્યદેશમાં, આર્યજાતિમાં, આર્યકુળમાં જન્મ્યા છતાં અનાર્ય આચારો ત્યાં ઘૂસ્યા, માટે એમ કહેવામાં આવે છે. બોલવાનો ભાવ સમજો ! કહેનારનો જો " હેતુ ન સમજો, તો હું તો કહ્યું કે, વ્યાખ્યાન સાંભળવા માટે પણ લાયક નથી. ધર્મની વાત તો ભવાંતરે, પણ આ ભવમાં વ્યાખ્યાન સાંભળવા જેટલા પણ લાયક છો ? વ્યાખ્યાન તમારા ગુણ ગાવા માટે નથી, પણ ખામી કાઢવા માટે
છે. ખામી દેખાડાય નહિ તો તે નીકળે ? ન જ નીકળે તે સ્વાભાવિક છે. * . સભાઃ ગુણ ન ગાઓ ?
ના! તમારી પાસે ન ગાઉં ! તમારો ઉલ્લાસ વધે એવું કહું, પણ જે ગુણ | ગાવાથી તમારું પેટ ફૂલે તેવા ગુણ તો ન જ ગાઉં ! વ્યાખ્યાન શા માટે ?
લાયકને લાયક ચાંદ દેવાય, પણ ચાંદના ભારથી દબાઈ જનારને ન દેવાય. વ્યાખ્યાન એટલે ઘડીભર તમને લહેર કરાવવી કે ખુશ કરવા તે નહિ ! વ્યાખ્યાન તો તે કહેવાય છે, જે સાંભળ્યા પછી ઘરે જતાં, ઊભા થતાં પગ ધ્રજે; એમ થાય કે, કંઈ ઠેકાણું નથી. આજ દશા જુદી છે. પૂજા ન કરે, ભગવાનનું મુખ પણ ન જુએ, તો પછી સામાયિકની વાત શી ? ચોવીસ કલાક આરંભ અને પરિગ્રહ રાચીમાચીને કરે, તેને સારા મનાવવાના પ્રયત્નો કરે અને ધર્મ કહેવરાવે, આવા અજ્ઞાન બન્યા