Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 580
________________ 559 ' - - પરિશિષ્ટ-૨ પપ૯ કરવો પડશે કે, સાધુઓ એકલી હાજરી આપીને સંતોષ નહિ જ માની શકે. X x x દરેકેદરેક સાધુએ શહેરેશહેર, ગામેગામ, મહોલ્લે મહોલ્લે અખાડાની સ્થાપના કરાવવી પડશે અને એ અખાડા પ્રવૃત્તિ, એ મરદોની રમતો, એકલા પુરુષોમાં જ નહિ, પણ સ્ત્રીઓમાં પણ સર્વવ્યાપી અને સર્વસાધારણ કરવી પડશે અને એ પ્રવૃત્તિના પ્રચાર માટે આપણા સાધ્વી સમુદાયે સંપૂર્ણ સહકાર આપે જ છૂટકો. જે આર્થિક શક્તિ ધર્મની પ્રભાવના પાછળ ખર્ચીએ છીએ, તે શક્તિ આપણે આ મરણપ્રમાણ ઘટાડવા પાછળ ન ખર્ચીએ ?” બીજી એક વસ્તુએ ઘર ઘાલ્યું છે, અને આ વસ્તુ ધાર્મિક ઇન્દ્રજાળ.” તેઓ સમજી નથી શકતા કે જેનોએ રાષ્ટ્રીય જાહોજલાલીમાં જ જૈનધર્મની જાહોજલાલી માની છે.” તા. ૨૦-૧૦-૨૯“સાંજ વર્તમાન.” શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૫. 1. સોહાગી સંસાર - “આપણા આ પૃથ્વી પરના જીવનને “સંસાર” અને “ત્યાગમાં વહેંચી - નાંખવામાં આવ્યું છે અને તેમાં ત્યાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે “સંસાર”ની મહત્તા લગભગ વિસારી દેવામાં આવી છે.” .', “જ્યારે પતિ-પત્નીના પ્રેમને પશુતાના ખેલ કહેવામાં આવે છે, ત્યારે જરૂર જાણવું જોઈએ કે કહેનારના મનમાં માનવતા અને પશુની વચ્ચે ભેદભાવ સમજવાની બુદ્ધિ નથી. પતિ-પત્ની વચ્ચે આદર્શનું વાતાવરણ ખડું થયું છે, તેની અવહેલના કરવી એ પાપ છે.” % “ગુજરાતના જૈન ઇતિહાસમાં, જૈન ગૃહસ્થોએ જે બલિદાન દીધાં છે, જૈન સંસ્કૃતિના ઉત્કર્ષ ખાતર જે સેવા સમર્પ છે, તે સાધુઓના બલિદાન કે સેવાથી જરા પણ ઊતરતી નથી.”

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598