Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 578
________________ પરિશિષ્ટ-૨ ૫૫૭ તા. ૭-૧૦-૨૯ ‘સાંજ વર્તમાન’, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૩ આયોગ્ય દીક્ષાનો ઉત્તરાર્ધ “અયોગ્ય દીક્ષાના અખાડા, અખાડે અખાડે મલ્લ નીપજે, બસ દીક્ષા જ આપો પહેલી બીજી, થોડાક ધનવાનોને હાથ કરવા, સ્વર્ગસુખની લાલચ, મોક્ષની ચિઠ્ઠી, આ પણ સટ્ટો.” 557 * x x x x “પોતે અમુક સંખ્યા સુધીમાં દીક્ષાને માટે ગુલામો પૂરા પાડવાની પ્રતિજ્ઞા કરે છે, અને એ પ્રતિજ્ઞા પાળી ઇન્દ્રાસન સાધ્ય કરવાની અભિલાષા રાખનાર, આ ધરમાત્માઓ દીક્ષાગુલામો ખરીદે છે.” “તેમનાં જીવન ઘણે ભાગે શુષ્ક, ખારાં અને નિષ્ક્રિય બની ગયાં છે, તેમનો વૈરાગ્ય સ્મશાન-વૈરાગ્યમાંથી ઉદ્દભવ્યો હોય છે, અને સ્મશાનવૈરાગ્યમાંથી ઉદ્ભવેલા વૈરાગ્ય નીચે દુર્વાસાનો ક્રોધ ધખતો હોય છે.” * “જેમ આપણા જીવનમાં વડીલશાહીએ દાટ વાળ્યો છે, તેમ સાધુ-સંસ્થામાં પણ વડીલશાહીએ દાટ વાળ્યો છે. x x x પણ જો આનાથી વધુ કડક અને યોગ્ય શબ્દ હોત તો, તે પણ આપણે વાપરવા પડત.” * “આચાર્ય કે મોટી સત્તાવાળી પદવીઓ માટે જે ખટખટ થાય છે, રાજદ્વારી ભાષામાં જે નિર્લજ્જ કાવત્રાં થાય છે, જે ફાંફાં મરાય છે, તે તેમના જીવનમાં ૨હેલી વાસના ઉઘાડી પાડે છે. x x અને જો આ પદવીની વહેંચણીમાં, ત્યાગીઓની આ લૂંટમાં, કોઈને ધાર્યા કરતાં ઓછું આવ્યું તો પછી જીવનવિગ્રહનાં મંડાણ મંડાવાનાં.” “તે જ પ્રમાણે કોઈ ન્યાયાંભોનિધિ બની જાય છે, તો કોઈ સર્વ શાસ્ત્રપારંગત બની જાય છે. x x x અત્યારે તો ચક્રવર્તી, સૂરિસમ્રાટો પદવીગ્રહના મહાકાર્યમાં ગુંથાયેલા છે.” * દરેકને યોગ્યતા પ્રમાણે ‘સુશ્રાવક’ ‘૫૨મ જૈન’ ‘જગડુશાહ’ ‘કુમારપાળ' ‘ઉદયન’ ચોથો આરો પ્રવર્તાવના૨, ઇત્યાદિ યોગ્ય મહેનતાણું આપવું જોઈએ નહિ તો હરામનો માલ પચતો નથી.

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598