Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 581
________________ ૫૭૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જો જગતમાં આદર્શવાદ ઘટતો હોય તો જગતભરની સાધુ-સંસ્થાઓના સ્વાર્થથી, અજ્ઞાનથી, આળસથી અને અસહકારથી.” 560 જેને બે ટંક પૂરું અનાજ પણ ન મળતું હોય, રહેવાને ખોરડું ન હોય, કે ઓઢવાને પિછોડી ન હોય, તેને માટે આદર્શ જીવનના ઉપદેશ કરવા તે ધર્મોપદેશ નથી, પણ ક્રૂર મશ્કરી છે. ભગવાન મહાવી૨ પણ એ જ સત્યને ઘટાવે છે. - ભૂખ્યા પેટે ગમે તેવો પણ સુંદર ઉપદેશ અસર કરી શકતો. નથી. સંસારના આ કોયડાનો ઉકેલ આજે ઘણો કઠણ થઈ પડ્યો છે. * “પણ સંસારી સાધુ બને તે ખાતર સંસારમાં ઝેર રેડવાં, તેને નર્કાગાંર સાથે સરખાવવો, તેમાં વિષયવાસના સિવાય બીજું કશું નથી એમ કહેવું, તેમાં આત્મકલ્યાણને સ્થાન નથી એમ પ્રરૂપણા કરવી, તે તદ્દન અયોગ્ય છે.” * “પણ અત્યારે તો જે સંસા૨ને આદર્શ નથી કરી શકતા, તે સાધુ-સંસ્થાના અંચળા ઓઢવાની ઉમેદવારી કરે છે. સંસારને જે નથી સહી શકતા, તે સાધુતાને સહન કરવાની તત્પરતા બતાવે છે. કાયરતાના આવા ઉપાસકો જગતનો ઉદ્ધાર કરવાને હંમેશાં નિષ્ફળ નીવડ્યા છે અને નીવડશે.” * પાનું-૧૨ ‘સાંજ વર્તમાન,' તા. ૧૧-૧૧-૨૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૮. ધાર્મિક જીવનને પંથે ઉપાશ્રયો, ઉજમણાં, જમણવારો + + + દેવદ્રવ્ય વ્યવસ્થા સૂરિસમ્રાટોના હાકોટા અને લોકલાગણી, દેવદ્રવ્ય * શાસ્ત્રોમાંથી છોડવામાં આવતાં શસ્ત્રો જેમ વિવેકહીન અને ભયંકર, તેમ આપણો વિરોધ દર્શાવતો પોકાર પણ વધુ વ્યવસ્થિત અને સખ્ત હોવાની જરૂર છે.” * “દ્રવ્યવ્યયની આસપાસ એક જાતનું શાસ્ત્ર ઊભું થઈ ચૂક્યું છે અને તે શાસ્ત્રની શાખાઓ દિવસે દિવસે વધતી જઈ, સમાજપ્રગતિને ચારે બાજુથી

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598