Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 576
________________ 555 પરિશિષ્ટ-૨ - પપપ x x x x અથવા તો સત્તારૂપી દારૂના ઘેનમાં આવી સત્તાનો દુરુપયોગ કરી, અધિકારને નામે, દંભ અને અપ્રમાણિકતાનો સ્વછંદી ઉપયોગ કરે છે.” “અત્યારે પણ સમાજનો શ્રદ્ધાળુ ભોળો વર્ગ તેમની જાદુભરી સિતમશાહીમાં પીસાય છે.” આપણે આ ધર્મવિચારના ઠેકેદારોને પોપશાહીના નામથી જ ઓળખીશું. “આજે જૈનોમાં શાસ્ત્રના ઠેકેદારો, શાસ્ત્ર તેઓ જ સમજી શકે છે અને તેઓ જ વાંચી શકે છે, એવો પોપશાહીને શોભતો અપ્રમાણિક દાવો કરી રહ્યા છે. x x x x જૈન ધર્મના માલિકોએ પડહ વગડાવ્યો કે આગમ વાંચવાના ઇજારાનો, અનંતકાળથી અનંતકાળ લગીનો પટો અમને મળી ગયો છે. જૈન ધર્મ વિષે વિચાર કરવાનો જન્મસિદ્ધ હક્ક અમારો છે.” પણ વિચાર સ્વાતંત્ર્યના વિરોધીઓના પીંજણનો મુખ્ય આધાર શ્રદ્ધાના ગોળા ગબડાવવામાં જ છે. xxx શ્રદ્ધા અને વિચાર સ્વાતંત્ર્યને એક વિરુદ્ધ સમજાવવામાં, કાં તો તેઓ શ્રદ્ધા શું છે, તે સમજ્યા નથી, અથવા તો ઇરાદાપૂર્વક અપ્રમાણિકપણે દંભયુક્ત ખોટો અર્થ કરે છે. . . “બીજાઓને પોતાના કહેવામાં શ્રદ્ધા રખાવી તેમના આત્માનું કલ્યાણ કરવાના તડાકા મારનાર, આ મહાપુરુષો તેમના પોતાના કલ્યાણની ફીકર કરે તો બહુ છે. કારણ કે બીજાનું કહેવું સાંભળવાને નહિ ટેવાયેલી તેમની બુદ્ધિમાં, જડતાના જડ જામે છે. એને બીજાનું કહેવું નહિ સહી શકનાર, તેમનું હૃદય કોપની ભઠ્ઠીમાં તપીને કઠોર બને છે.” તા. ૫-૮-૨૯ “સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૫ સંઘશાસન પોતાને રૂચે તેવા અને પોતાની સત્તાને પોષે તેવાં શાસ્ત્રો છૂટથી રચ્યું જતાં હતાં.”

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598