Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 575
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પત્રિકાઓ મેળવતાં તેમાં પણ જાણે ઇરાદાપૂર્વક જૈનધર્મને મૂળમાંથી ઉખેડી, નાંખવાનું વ્યવસ્થિત કાવતરું જ ન હોય, તેવી રીતે બધી બાજી ગોઠવી છે. તેમની જેટલી પત્રિકાઓ અમારા હાથમાં આવી તે વાંચતાં લગભગ દરેકમાં ડગલે ને પગલે ‘ક્રાંતિ'ના નામે શ્રી તીર્થંકરદેવો સંસ્થાપિત જગતને કલ્યાણકર ધર્મને, દુનિયાની હસ્તીમાંથી નાબૂદ કરી નવો જ મનઃકલ્પિત પંથ સ્થાપવાનો ઇરાદો સ્પષ્ટ થાય છે. જૈન સમાજના નિદ્રાવશ અગ્રેસરોની જાણ ખાતર-અમે તે લખાણોના બીજા કેટલાક ફકરાઓ નીચે ટાંકી બતાવીએ છીએ, તે ઉપરથી જૈનધર્મ પર આક્રમણ કરી રહેલી આ ટોળકી જૈનસમાજના હિતચિંતક અને ખાસ કરીને ગુરુપદે બિરાજમાન પૂજ્ય સાધુ તથા સાધ્વીઓના ધ્યાન પર એકવાર ફરીથી અમે લાવવા માંગીએ છીએ કે આ લખાણો જો કાયમ રહી ગયા તો ભવિષ્યની જૈન તેમજ ઇતર પ્રજા, જૈન ધર્મ માટે કેવો અભિપ્રાય બાંધશે, તે વિચારવાની ખાસ જરૂર છે. આવાં લખાણો લખનાર નાલાયકો સિવાય કોઈપણ ન હોય, એવું અમારું માનવું છે. પરંતુ જ્યારે તે એક સંસ્થાને નામે પ્રસિદ્ધ કરી જગતમાં ફેલાવવામાં આવે ત્યારે તે સંસ્થાના સભાસદો હોવાનું માન મેળવનાર તથા તેને પ્રગટ કે પ્રચ્છન્નપણે ટેકો આપનાર દરેકેદરેક વ્યક્તિ તે માટે જોખમદા૨ છે. આટલાં લખાણો ઉપરથી પણ મુંબઈ જૈન યુવક સંઘની ભાવિદિશા અને તેના ફળ તરફ જૈન સમાજ બેદરકાર રહેશે, તો ચોક્કસ માનવું રહ્યું કે તેનાં માઠાં પરિણામ જોવાનો દિવસ વધુ ને વધુ નિકટ આવતો ને જશે. જુઓ તે જૈન નામધારી સંસ્થાની જૈનસમાજને વધુ પ્રસાદી : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. ‘સાંજ વર્તમાન’ પાનું ૪, તા. ૧૫-૭-૨૯ પત્રિકા નં. ૨ “x x x + આ પરમાર્થી વર્ગ સમાજને અધિકારી અને અનધિકારી એવા વર્ગમાં વહેંચી નાંખી આત્મ અને પરકલ્યાણના અર્થે વિચાર કરવાને બધો ઇજારો દયાની દૃષ્ટિએ પોતે જ રાખે છે. વિચાર ન કરી શકે તે માટે તેઓ અધિકારી નથી, એવું તેમનું મંતવ્ય નથી. પણ તેઓ, પોતાના જેવા નથી, પોતાના મતના નથી, પોતે તેમને વિચાર કરવાની રજા આપી નથી, અને તેથી જ તેમને વિચા૨ ક૨વાનો કંઈ અધિકાર નથી, એમ તેમનું મંતવ્ય છે.” ૫૫૪ 554 “અધિકારભેદ આ વ્યાખ્યાનમાં અપ્રમાણિકતા, દંભ અને અન્યાય સર્વાંશે સમાયો છે, એમ સહેલાઈથી સમજી શકાશે. *

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598