________________
૪૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 442 વિનાના આત્માઓથી કહેવાયેલી વસ્તુમાં શંકાની જરૂર રહેતી જ નથી. બહારના સંયોગો એ જ દુઃખનું મૂળ
આજે છબસ્થો સ્વતંત્રપણે ગમે તેટલી વાતો કરે, પણ તેમ કરતાં તેમનું હૈયું જરૂર ડંખે છે; કેમ કે, એમાં બનાવટ ઘણી હોય છે. આજનો સ્વતંત્ર લખનારો પોતાની વાત પોતાની કલ્પનાઓ દ્વારા સાબિત કરવા ઊભો થાય, તો સો વાતની તો ના પાડે, પચાસ વાત માટે ખબર ન હોવાનું કહે, પચીસ વાતો. ' માટે અધૂરું જાણવાનું કહે અને કદી માંડમાંડ બે-પાંચ વસ્તુ સાબિત કરે; તે પણ એવી કે, એક ક્ષણમાં તૂટી જાય તેવી, કારણ કે, પોતાની વસ્તુને મહત્ત્વ આપવા - રચેલો આડંબર નભે ક્યાં સુધી ? નીતિનું પણ વાક્ય છે કે, “માડંવરો દિ પૂન્ય . ત્રો' - લોકમાં આડંબર જ પૂજાય છે, પણ “ર તુ સ્ટોત્તરશાસને’ - લોકોત્તર શાસનમાં આડંબર પૂજાતો નથી.” આટલું સમજી લેવાની જરૂર છે, કારણ કે, લોક અજ્ઞાન છે. અજ્ઞાનીમાં બધાં ગપ્પાં ચાલે, એનામાં જે વાત વહેવડાવવી હોય તે વહે, પણ આ શાસનમાં એવું ન જ ચાલે.
આજે અજ્ઞાનીઓ તરફથી સુખના સાધન તરીકે કઈ વસ્તુ આગળ ધરવામાં આવે છે ? ચાહ, કસરત, દંડાદંડી વગેરે વગેરે. અજ્ઞાનીઓમાં “ચાહ ગરમાગરમ હોય તો અમૃતતુલ્ય ગણાય. વીસમી સદીનું અમૃત” આવી બધી ઉપમાઓ પામે છે. વળી કહે છે કે, “સુખી થવું હોય તો અહીં આવો, લઠ્ઠાબાજી કરો, નાચો, કૂદો.” જ્ઞાની કહે છે કે, ખરે જ બધા ગાંડા ભેગા થયા છે. વારુ ! તમે લાઠી લેનારને દુ:ખી સાંભળ્યો છે કે નહિ ?
સભાઃ ઘણાય.
આથી જ જ્ઞાનીઓ કહે છે કે, દુનિયાની કોઈ પણ ચીજ વાસ્તવિક સુખનું સાધન નથી. આત્મસ્વરૂપમાં રમણતા, એ જ સાચું સુખ છે. આજે છતે-રાજ્ય ચિતા સળગે છે, છતે-પૈસે, છતે-કુટુંબે, છતે-પરિવારે પણ આજે કોઈ સુખી નથી અને આત્મરમણતામાં અપૂર્વ સુખ છે, એ અમારી અનુભવસિદ્ધ વાત છે. તાકાત હોય તો ખંડન કરો !
એક કવિ કહે છે કે, “છ ખંડના માલિકને જે સુખ નથી, તે સુખ જીર્ણશીર્ણ વસ્ત્ર પહેરનાર અને ઝૂંપડીમાં વસનાર તથા ભિક્ષાવૃત્તિથી આજીવિકા - ચલાવનાર મુનિને છે. આથી પણ સિદ્ધ છે કે, સુખનું સાધન છ ખંડની સાહ્યબી નથી અને એ દ્વારા આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ કે, સ્વાભાવિક વસ્તુમાં શંકા ન હોય અને એથી જ “વૈરાગ્ય કેમ થયો ?' એ ન પુછાય, કેમ કે,