Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 567
________________ ૫૪૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 546. “મુંબઈ જૈન યુવક સંઘ” નામની એક સંસ્થા થોડો વખત થયાં મુંબઈમાં સ્થાપવામાં આવી છે. તેના ઉદ્દેશો જોતાં જ તે સંસ્થા જૈન ધર્મને મૂળમાંથી ઉખેડી નાંખશે, એવી આગાહી અનેક સુવિહિત અને ગીતાર્થ મુનિવરોએ કહી હતી. તે અક્ષરશઃ સત્ય પડી છે, એમ તેમના તરફથી બહાર પડેલાં નીચેનાં લખાણો પરથી જોઈ શકાશે. જૈન યુવક સંઘ પત્રિકા” એ નામથી લખાતી અને દર સોમવારે “સાંજ. વર્તમાનમાં પ્રગટ થતી એક લંબાણ લેખમાળા, તેઓ તરફથી બહાર પાડવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ પત્રિકાઓ બહાર પડી છે. તેમાંની ફક્ત ચાર જ પત્રિકાઓમાં પણ જૈન ધર્મનું કેટલું ભયંકર અપમાન કરવામાં આવ્યું છે, તે નીચેના ફકરાઓ વાંચવાથી ખ્યાલમાં આવશે. આપણા પરમતારક દેવાધિદેવશ્રી તીર્થંકરદેવો, નિષ્કારણબંધુ પરમ ઉપકારી-પૂર્વાચાર્ય-મહર્ષિઓ, પંચમકાળમાં અનન્ય આધારભૂત શ્રી જિનાગમ અને શ્રી જિનપ્રતિમાઓ તેમજ પરમપૂજ્ય વર્તમાન સાધુ-સંસ્થા, ટૂંકમાં ધર્મનાં દરેક-દરેક અંગ ઉપર અસહ્ય, કઠોર અને નીચ હુમલાઓ કરવામાં આવ્યા છે. ' ખેદની વાત છે કે, આજના જમાનામાં કેટલાક સાધુ અને ગૃહસ્થ આગેવાનો પડદા પાછળ રહીને આવી એક ધર્મઘાતક અને ભયંકર સંસ્થાની પીઠ થાબડી રહ્યા છે. આવી સંસ્થાને ઊગતી જ દાબી દેવાની અને તેણે કરેલાં નિર્લજ્જ, નફ્ફટાઈ અને ઉદ્ધતતાથી ભરપૂર લખાણો બદલ જાહેર માફી મંગાવી, તેને પાછા ખેંચી લેવડાવવાની જૈનધર્મને જવાબદાર દરેકેદરેક વ્યક્તિઓની પહેલામાં પહેલી ફરજ છે. આવા ધર્મનાશક મલિન પ્રચારકાર્ય સામે હજુ પણ વધુ વખત આંખમીંચામણાં કરવામાં આવશે, તો આખી જૈન સમાજને શિરે વિરાધકતાનું કલંક ચોંટશે. આ રહ્યાં તે અધમાધમ લખાણો : “સાંજ વર્તમાન,” તા. ૧૯-૯-૧૯૨૯ શ્રી જૈન યુવક સંઘ નં. ૧૦ ગીતાર્થ કે સ્વાર્થ : “અહમિદ્રોના અશ્રુકથાના અધ્યાય જૈનજીવનની જારમાં પાકેલા ઐતિહાસિક અંગારા, સાધુઓએ પોતાના સ્વાર્થ ખાતર શ્રાવકોમાં દાખલ કરેલો સડો, ગીતાર્થોના ગહન ફતવા, સુખશીલતાનાં સ્થપાયેલાં સામ્રાજ્ય, વર્તમાન વારસાનો વિચાર.” જે શિથિલતા પાર્થાપત્યોમાં હતી તેથી પણ વધુ શિથિલતા જંબુસ્વામી પછી પેસવા માંડી અને એ શિથિલતાના રક્ષણહારોએ “જિનનો આચાર

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598