Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 569
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તે જ પ્રમાણે જૈન સાધુઓ પણ પોતે મહાવી૨ને દ૨૨ોજ મળતા હોય તે પ્રમાણે પોતાને કહેવાનું એ બધું મહાવીરને નામે ચઢાવી જશે, ચઢાવ્યે જાય છે. ૫૪૮ 548 * “ધર્મને નામે બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની ચોરી કરનાર પંચમહાવ્રતધારી પઠાણો તેમના અંધશ્રદ્ધાળુ ભક્તોના પૈસાના બળે સમાજમાં ધોળે દહાડે ચોરી કરે છે અને તેમાં જ આત્મકલ્યાણ સમાયેલું છે, એમ ઉપદેશ કરે છે - પુસ્તકોની ચોરી કરવી તેમાં પાપ નહિ, પણ પુણ્યનું કામ છે, એવી તેમની માન્યતા હોય તેમ લાગે છે.” * “આજે ગાંમડાની ગરીબ પ્રજા સાધુઓને ધોળા હાથીના ઉપનામથી ઓળખે છે.” * “કોણ કહે છે કે, આપણા વાસક્ષેપ અને બીજાઓની ભભૂતિમાં ફેર છે.” * ‘સાંજ વર્તમાન’ તા. ૨૩-૧૦-૧૯૨૯ શ્રી જૈન યુવક સંઘ નં. ૨૪ “પુનર્લગ્નના વિરોધમાં અપાતી ધર્મની બાળાગોળી, પુનર્લગ્ન અને જૈનધર્મ-પુનર્લગ્ન અને મહાવીર સ્વામી-પુનર્લગ્ન અને જૈન વસ્તી. તેમ કહેવાતા શાસ્ત્રકારો અને ધર્મગુરુઓ સમાજના ભોળા માણસોને ધર્મનું શુદ્ધ સ્વરૂપ બતાવવાની માથાફોડમાં ઊતરવા કરતાં અફીણની ગોળી આપી તેમની વિચારવૃત્તિ સુવાડી દેવામાં પોતાની શક્તિની સફળતા ગણે છે. બીજા સમાજની દૃષ્ટિએ છે તેમ લગ્ન એ પણ અબ્રહ્મચર્ય છે અને પુનર્લગ્ન એ પણ અબ્રહ્મચર્ય છે. બંનેમાં વિષયસેવનને સરખો જ અવકાશ રહેલો છે. એટલું જ નહિ પણ જો આપણે જૈન ધર્મના ઇતિહાસની દૃષ્ટિએ વિચાર કરીએ તો આપણને માલમ પડી આવે છે કે, ક્રાંતિકાર મહાવીરસ્વામીના જ પોતાના ગણધરો પુનર્લગ્ન કરેલી વિધવાના પુત્રોને મુખ્ય શિષ્યો બનાવે “ત્યાં જૈન ધર્મમાં પુનર્લગ્નને સ્થાન નથી, એમ કહેવું એ ધર્મને નામે અપાતી બાળાગોળી છે.” આદીશ્વર ભગવાન બળવાખોર હતા “માલમ પડી આવશે કે, તેઓ પણ સમાજ-વ્યવસ્થાના કાર્યમાં અસામાન્ય

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598