________________
551
પરિશિષ્ટ-૧
૫૫૧
ચિહ્નો પણ ધર્મ જેટલી જ પવિત્રતા આરોપનાર સ્વર્ગ અને મૃત્યુલોકનું કેમ જાતે પોતે જાતે બધું જ જોઈ આવ્યો હોય, તેમ ઝીણવટભર્યું બ્યાન ક૨શે. ત્યાં કયો ધર્મ ચાલે છે, ત્યાં લોકો શું ખાય-પીએ છે, ત્યાં કેટલી જાતનાં માણસો છે, કેટલાં મંદિરો છે અને કેટલા ઈશ્વરો છે, તે બધાનું રસિક વર્ણન આપશે અને પૂર્ણશ્રદ્ધાથી તેને સત્ય મનાવવા પ્રયત્ન કરશે. + + + પુરાણોનાં ગપ્પાં કે ઈશ્વરી શક્તિની લાંબીચોડી વાતો સાચી માનશે. અને પૃથ્વી નહિ પણ સૂર્ય ફરે છે, તે માન્યતાને આપણે ધાર્મિક સાહિત્યમાંથી જ્યાં સુધી તે પુરવાર ન કરી આપીએ, ત્યાં સુધી તિલાંજલિ આપવી જોઈએ.” x x x પણ ધાર્મિક સાહિત્ય બુદ્ધિ અને વિજ્ઞાનના સ્પષ્ટ થયેલા સિદ્ધાંત અને સત્યનું વિરોધી હોય, તો તે વાત આપણે હવે કદી પણ ચલાવી શકીએ નહિ.”
*
ધાર્મિક સાહિત્ય અને સિનેમા
“જેમ કંઠસ્થ રખાતા સાહિત્યને કલા ધર્મને લઈને લીપિબદ્ધ કરવામાં કાંઈ બાધ ન આવ્યો અને એ લીપિબદ્ધ સાહિત્યને કલાધર્મને લઈને છાપાખાનામાં છપાતાં કે ફોનોગ્રાફમાં ઊતરતાં કાંઈ બાધ નથી આવતો, તેમ તે સાહિત્યને સિનેમા અને રંગભૂમિમાં પલટાવવામાં પણ કાંઈ બાધ ન આવવો જોઈએ. x x x આજે “રાજકથા’નો નિષેધ તો શું પણ તે પ્રતિ ઉપેક્ષાવૃત્તિ પણ શક્ય નથી.”
*
ઉપરનાં લખાણોની અંદર જૈનશાસનના નિઃસ્પૃહી અને ગીતાર્થ આચાર્યોને ‘સ્વાર્થી, અહમિદ્રો, અંગારા, સડેલાઓ' વિગેરે ઉપમાઓની નવાજેશ કરી છે. પવિત્ર આગમોં અને શાસ્ત્રોને વિકારી સાહિત્યનાં કારખાનાંઓમાં તૈયાર થયેલાં, ``શાસ્ત્રની મુદ્રા પામેલો કોહવાટ, બનાવટી ફતવાઓ વિગેરે ઉપમા આપી છે. આ ઉપરાંત સાધુ સંસ્થાની હાંસી અને મશ્કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. મુનિવરોને પંચમહાવ્રતધારી પઠાણો, ધોળે દહાડે ચોરી કરનારા, ગરીબ પ્રજા ઉ૫૨ ધોળા હાથી સમાન, મૈથુન સેવનારા વિગેરે કહીને ઉતારી પાડવામાં આવ્યા છે. પુનર્લગ્નની સિદ્ધિ માટે ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને તથા ચરમ તીર્થંક૨ શ્રી મહાવીર દેવને બળવાખોર અને ક્રાંતિકાર કહેતાં અચકાયા નથી. અમુક હદ સુધીની પવિત્રતાએ નહિ પહોંચેલા આત્માઓના હિતને માટે યોગ્યતા આવતાં સુધી અર્થનો અનર્થ ન કરી નાંખે તે માટે અમુક ગહન શાસ્ત્રોનું પઠન કરવાનો નિષેધ કર્યો, તેને દાંભિક સાહિત્ય કહી ગુલામી બનાવનારી બેડીઓ અને