________________
૫૩૦
.
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
530 પણ બંધ કર્યું. મહિનાઓ સુધી ઉપવાસ કરતા, ચોવિહારા ઉપવાસ કરતા, પારણે જે મળે તે ત્યાં ને ત્યાં વાપરી લેતા અને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી કદી. બેઠા નહિ; છતાં એ તારકની તૃપ્તિ અને શાંતિ ગઈ નહિ અને વિશ્રાંતિ એવી મેળવી કે, ફરી જાય જ નહિ. જ્યારે આજનાઓને તો સવારે ચા વિના ન ચાલે, અગિયાર વાગે રોટલી વિના તથા ખાધા પછી પાન અને સિગારેટ આદિ વિના ન ચાલે. ન મળે એ વાત જુદી છે. ખાધા પછી કલાકે પાણી ન મળે તો ન ચાલે એ દશા છે અને વળી એ દશાને સારી મનાય છે ? આજના સંઘયણને નામે વિલાસોના બચાવ ન કરાય !
સભાઃ સંઘયણ જોવાય ને !
કબૂલ ! આજના સંઘયણવાળા પણ એક આંતરે ખાનારા છે કે નહિ ? આજનું સંઘયણ ચા પાન અને સિગારેટ આદિ ઉપર જ ટકે એમ તો નથી જ ને ? અનાજ વિના ન ચાલે પણ અભક્ષ્ય આદિ વસ્તુઓની જરૂર છે જ એમ તો નથી જ ને ? સાધન માટે પાશેર કે શેર અનાજ જોઈએ એ વાત કબૂલ, પછી એની સાથે આ અને તે, એ બધું શા માટે ? સંઘપણ ક્યાં નડે ?
બાર મહિનાના ઉપવાસનો તપ, ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં હતો, બાવીસ તીર્થંકર દેવોના શાસનમાં આઠ મહિનાના ઉપવાસનો તપ હતો, જ્યારે આજે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં છ માસની તપશ્ચર્યા છે; અને એ દરેક કાળમાં પચ્ચખાણ તો અમુક દિવસનું જ અપાય. સર્વવિરતિ જિંદગીભરની અપાય, પણ જિંદગીભર આહારના ત્યાગનું પચ્ચખાણ ન અપાય. શાસ્ત્ર પણ ના પાડી. આ ઉપરથી સમજો કે, અનંતજ્ઞાનીઓની દૃષ્ટિ બહુ ઊંડી હતી.
સંઘયણ જોયા વિના ભગવાને ધર્મ કહ્યો છે એમ માનતા જ નહિ. જિનકલ્પ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, સૂક્ષ્મસંપરાય, પરિહારવિશુદ્ધિ અને યથાખ્યાત ચારિત્ર વગેરે આ કાળમાં બંધ કહ્યાં, એ શાથી ? ધ્યાનમાં રાખજો કે, સંઘયણ વગેરે જોઈને જ ઉપકારીઓએ ધર્મનું વિધાન કર્યું છે; આથી તમે જે ક્રિયા કરી રહ્યા છો, તેમાં સંઘયણનો બચાવ નહિ જ ચાલે.
યથેચ્છ ખાવા, પીવા અને પહેરવા-ઓઢવામાં સંઘયણની છૂટ ન જ ચાલે, કારણ કે, એમાં તો લાલસા અને વિષયાભિલાષા સ્પષ્ટ જણાય છે. અનાજ વિના ન ચાલે એ માન્યું, પણ જેના વિના ચાલી રહ્યું છે તેના વિના ન ચાલે એમ કેમ જ કહેવાય ? રોટલા ન ભાવે અને રોટલી જ જોઈએ, એનું શું કારણ ? જૈનકુળમાં નહિ જન્મેલા એવા માણસો ઘી-દૂધ વિના તથા શાક વિના લખું