Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 560
________________ 539 – ૪૦ઃ દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 – ૫૩૯ નાંખે છે.” હું કહું છું કે, મુંડાઈ જાય છે. એટલે કે, સાધુઓ મૂંડતા નથી, પણ મુંડાવનારા મુંડાવે છે અને જો સાધુઓના જ મૂંડ્યા મુંડાતા હોય તો હું તમને બધાનેય કહું છું કે, “થાઓ ઊભા, લો !” શું તમે ઊભા થશો ? નહિ જ. કારણ કે, ઇચ્છા વિના કોઈ જ આત્મા મુંડાતો નથી અને મૂડી શકાય નહિ. જાહેરમાં દીક્ષા ! સભાઃ જેને સાચો વૈરાગ્ય થયો હોય તેને જાહેરમાં દીક્ષા કેમ ન અપાય ? આ પ્રશ્ન જ વિલક્ષણ છે. યોગ્ય આત્માઓની હાજરીમાં જ દીક્ષા અપાય છે, પણ અયોગ્ય આત્માઓની હાજરી થઈ જાય એવી રીતે ન અપાય તે છાની ન કહેવાય અને એ રીતે છાની અપાય તો પણ શું વાંધો ? તમે બે લાખ કમાઈને આવો. હવે તમારી જ માલિકીના બે લાખ લઈને ભયંકર અટવી શી રીતે પસાર કરો ? સાથી શોધો, પણ લૂંટારાથી તો મિલ્કત બચાવીને જ ચાલોને ? વાઇસરૉય તો સત્તાધીશ છે ને ? શહેનશાહતનો પ્રતિનિધિ છે ને ? હિન્દુસ્થાનનો મહાન સૂબો, એને રક્ષણનું કારણ ? દુનિયાની અહિંસાની બૂમરાણ કરે છે, છતાં પણ રાજસત્તાધીશને રક્ષણ શા માટે ? સભાઃ સાહેબ ! બૉબ વગેરે ફૂટે છે અને અનેક ઉપદ્રવ મચાવે તેવા લોકો દુનિયામાં હાજર છે એથી ! : તો કહો કે, બોંબ વગેરે ફોડનારા અને ઉપદ્રવો મચાવનારા પણ કેટલાક છે; અને એટલા જ માટે તો આજે કેટલાક દેશનેતાઓને પણ હાથ ખંખરવા - પડ્યા છે. વારુ, મિલકત તમારી કમાયેલી છતાં તિજોરીને તાળું કેમ ? કહો કે, | લૂંટારાનો ભય છે માટે. તો શાસ્ત્ર કહે છે કે, વૈરાગ્યરૂપ મિલકત ધરાવનારને પણ લૂંટારુઓની નજરે ન પડવા દેવાય. એમનાથી ગમે તે ભોગે બચાવી લેવા. . તમને ખાતરી થાય કે, એક પણ લૂંટારું નથી તોયે તમે મિલકત બહાર ન મૂકો, તો પછી વૈરાગી આત્માને લૂંટારાની નજરે કેમ પડવા દેવાય ? દીક્ષા વિરુદ્ધની બૂમરાણ નજરે દેખાતી હોય, લૂંટારાની દોડાદોડ દેખાતી હોય, છાપાંની કૉલમો રોજ એવી વાતોથી ભરાયેલી વંચાતી હોય, એ સંયોગોમાં વૈરાગી આત્માને લૂંટારાની નજરે કેમ જ પડવા દેવાય ? તમને ભલે ન લાગે, પણ વિરાગી આત્માની કિંમત આ શાસનમાં ઘણી મોટી છે. દીક્ષા લેનારના કુટુંબી તો મોહવશ બધું જ કરે એ વાત જુદી. પણ ત્રીજાને શું? જેણે દૂધ પાયું નથી, રાતી પાઈના મમરા ખવરાવ્યા નથી. સાજે-માંદે જેની દવાની પડી નથી, તેવા બીજાઓને હક્ક શો ? બાળક ઉપર મા-બાપને જો પ્રેમ

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598