Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 563
________________ ૫૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ — 542 ટકે છે? વળી શ્રી શાલિભદ્રજીએ દીક્ષા લીધી અને પાછળ બત્રીસેય સ્ત્રીઓ ઘેર રહી છે. શ્રી સુબાહુકુમારે દીક્ષા લીધી અને પાછળ પાંચસો સ્ત્રીઓ ઘેર રહી છે, માટે એવો પ્રશ્ન કોઈ પણ રીતે યોગ્ય નથી. સભાઃ સંમતિ તો નહિ જ ને ? સંમતિ ક્યાંક ખરી અને ક્યાંક નહિ પણ ! છતાંય માનો કે, સંમતિ નહિ, તો એ ઉપરથી સાબિત એ થાય છે કે, સંમતિ વિના પણ દીક્ષા આપી શકાય. એટલે એથી તો તમારાથી વિરુદ્ધ જતી વાતને જ તમે મજબૂત બનાવો છો. આપણી વાત તો એ છે કે, દીક્ષા સામે ખોટી ધમાલ કરનારા છે, એ જ, કારણે તમે કહો છો એ રીતે કેટલીક દીક્ષાઓ નથી અપાતી. સભા પણ સાહેબ ! બીજા તોફાન કરે જ કેમ ? એનો અભ્યાસ કરો કે, કેમ કરે ? દીક્ષાના સ્થળે તોફાની લોકો કેમ તોફાન કરે છે, એ સાંભળ્યું છે કે નહિ ? વિરાગી આત્મા દીક્ષા લેવા આવે, મા-બાપ વગેરે કુટુંબી દીક્ષા અપાવવા આવે, છતાં કદી પાણી પણ નહિ પાનારા, ઇધરતીધરના રખડતા દોડી આવીને તોફાન કરે છે, એ વાંચ્યું છે કે નહિ ? હવે એવાઓ કજિયો કરવા આવે ત્યાં શું થાય ? દીક્ષા સમયે કોણ કેવી રીતે તોફાન કરે છે ! સભાઃ કજિયો થવા દેવાય ? કજિયો ન થાય એ માટે તો વિના મહોત્સવે પણ દીક્ષા આપવી પડે ને ? નહિ તો નિર્વિને કામ પાર પાડવા કરવું પણ શું ? લુંટારુંથી પોતાની મિલકત બચાવવા મિલકતદાર ભાગે, એ શું ગુનો છે ? ના, તો કોઈ આવીને કહે કે, “ આવ્યો છું. મા-બાપ હાજર છે, દીક્ષા લેવી છે, ન લાવવા જોગાં નંગને લાવ્યો નથી, માટે કૃપા કરી મને દીક્ષા આપો !” તો શું ન આપવી એમ ? બીજું કોઈના દિકરાને કોઈ નોકરી કરાવે, ફેરી કરાવે, વકીલને ત્યાં બેસાડે ત્યાં કોઈ ન બોલે. દીકરો મરી જાય તો બાળી આવે ત્યાં કોઈ એમ પણ ન કહે કે, તું જીવે છે અને એને કેમ બાળ્યો ? અને કોઈ પુણ્યશાળીના સંયમના સમાચાર સાંભળે કે, બધા ત્યાં વિરોધ કરવા દોડે ત્યાં શું સમજવું ? જામનગરનો દાખલો તો પ્રત્યક્ષ છે ને ? એ વખતે અહીં ઘોંઘાટ થયો હતો... ત્યારે એક ભાઈએ કોઈને એમ કહ્યું હતું કે, લેનાર લે છે, આપનાર આપે છે, મા-બાપ રાજી છે, એમાં તમે શા માટે ગરબડ કરો છો ? એ ભાઈને એ વખતે કેટલાકે કહ્યું હતું કે, “તારે દીકરો જાય તો ?' એ ભાઈને એ વખતે વૈરાગ્ય

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598