Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 552
________________ 531 - ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 - ૫૩૧ અનાજ ખાનારા કેટલા ? એ જીવી શકે છે ને ? સારી રીતે જીવે છે; તો તપનો મહિમા સમજનારા જૈનોને આયંબીલ કરતાં ઊલટી કેમ જ થાય ? કેટલાકને એ અનાજ જોઈને ઊલટી થાય છે, એનું કંઈ કારણ ? એમાં સ્વાદવાળી ચીજ નથી એ જ ને ? ત્યાં આસક્તિ, લાલસા અને વિષયાભિલાષા સિવાય બીજો બચાવ ન જ ચાલે. આ જ કારણે ત્યાં શંકા કરે કે, આ તપમાં કલ્યાણ શું ? અને આવી શંકા કરનારને કહેવું પણ શું ? પણ એ ટેવ પાડી જુએ તો એનો પ્રભાવ માલૂમ પડે. અમુક વિના ન જ ચાલે, એ ભાવના ગયા પછી આત્માનું સુખ અનિર્વચનીય છે. ચોવીસ કલાક કે અડતાલીસ કલાકે એક જ વાર ભોજન લેનારની શક્તિની, એના સુખની, દિવસમાં બાર વાર ખાનારને શી ખબર પડે ? એવાઓ કહે કે, આવી જાતના લાંઘણમાં કલ્યાણ શું ? શાસ્ત્ર કહે છે કે, દુષ્ટકર્મના યોગે ભૂખે મરવાનો વખત આવશે ત્યારે ભૂખે મરશો, એના કરતાં શુદ્ધ બુદ્ધિથી તપ કરો ને ? એ લોકો કહે છે કે, “મળેલું કોણ મૂકે ?' એમની શક્તિ એવી કે ન મળે તો નિભાવે. આવક ઘટે, તોયે દેવું વધારી જોખમમાં ઊતરે તે હા, પણ ખર્ચા ન ઘટાડે. એ તો એ જ બૂટ, એ જ ખાનપાન, એ જ હોટલ અને એ જ નાટકચેટક, સિનેમા, પરિણામે બધું ગયું, જાય એ સહન ન થાય, પછી દુર્બાન કરે, પણ જો પહેલેથી આવા તપની ટેવ પાડી હોય તો આવા વખતે દુર્બાન ન થાય ! | વાં, ઉદારતા એ આત્મગુણ કે શ્રીમંતાઈ ? સદાચાર એ આત્મગુણ કે સ્વેચ્છાચાર ? ખાવું એ આત્મગુણ કે તપ ? સર્વના કલ્યાણની ભાવના એ આત્મગુણ કે “આનું આમ થાઓ અને તેમ થાઓ” એવી ભાવના એ આત્મગુણ ? આ નક્કી કરો તો જ્ઞાનીના વચનમાં એક પણ શંકા ન થાય. શાસ્ત્રોમાં એવી પણ વાતો આવે છે કે, જે અમને પણ ન સમજાય, પણ “આવું ક્યાંથી લખ્યું હશે એવી ભાવના અમને કદી નથી આવતી. તમને પાણીના એક બિદુમાં અસંખ્યાતા જીવ સમજાવતાં નવ નેજે પાણી ઊતરે, કેમ કે, એ માનવાથી ચકલી ખુલ્લી મૂકીને બેસવામાં વાંધો આવે છે. ગૃહસ્થ માટે છકાયની વિરાધનાનો સર્વથા નિષેધ ન કહ્યો, પણ એથી પાશેર પાણીની જગ્યાએ પાંચ મણ પાણી વાપરવાની છૂટ નથી આપી, તે છતાંય પાશેરની જગ્યાએ પાંચ મણ પાણીનો દુરુપયોગ કરવો એ કેવી દશા ? ખરેખર, આ શાસ્ત્ર માનવાથી જીવનને નિયમિત બનાવવું પડે છે.

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598