________________
-
450
૪૫૦
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - તો તેને દૂર કરવા માટે આ અર્ગલા અપ્રતિહત છે. એટલે કે, એ ઉપાય અનુપમ છે : જેમ કે,
“કોઈ કોઈ સ્થળે મતિની દુર્બલતાના યોગે, તેવા પ્રકારના આચાર્યના અભાવે, શેય પદાર્થોના ગહનપણાના યોગે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અથવા હેતુ તથા ઉદાહરણના અસંભવથી શ્રી સર્વજ્ઞ પરમાત્માનો જે સાચો મત છે, તે ન સમજાય તો પણ મહિમાન વિચારે કે, શ્રી સર્વજ્ઞ પરમાત્માનો તે મત સાચો છે, કારણ કે, જગતમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરદેવો પોતા ઉપર કોઈએ ઉપકાર નથી કર્યો. તે છતાં પણ પરનો અનુગ્રહ કરવામાં તત્પર છે; એટલું જ નહિ પણ એ જગતશ્રેષ્ઠ શ્રી જિનેશ્વરદેવોએ રાગ, દ્વેષ અને મોહને પણ જીતી લીધેલા છે, તે કારણથી તે તારકો અન્યથાવાદી હોઈ જ શકતા નથી, એટલે કે, તે તારકો જે કંઈ ફરમાવે છે તે સંપૂર્ણ સત્ય જ હોય છે.” * *
વિચારો કે, ઉપકારના જ એક કાર્યમાં રક્ત બનેલા પરમર્ષિઓએ એક પરોપકારની જ દૃષ્ટિથી એક વસ્તુની કેટલી અને કેવી સ્પષ્ટતા કરી છે ! પ્રથમ તો ફરમાવે છે કે, “વસ્તુસ્વરૂપે તો શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થવી જ ન જોઈએ.” આ પ્રમાણે ફરમાવ્યા પછી એ જ ઉપકારીએ ફરમાવ્યું કે, “થવી ન જોઈએ તો પણ મોહના યોગે થઈ જાય, તો તેનાથી બચી જવા માટે એમ વિચારવું કે, એ તારકો નિષ્કારણ ઉપકારી છે અને રાગ, દ્વેષ તથા મોહના સંપૂર્ણ વિજેતા છે.”
વધુમાં આપણે એ પણ જોઈ ગયા કે, એ ઉપકારીએ શંકા થવાનાં કારણો પણ દર્શાવેલાં છે. એ કારણોની સંખ્યા પાંચની છે.
“૧. મતિની દુર્બળતા.” “૨. તેવા પ્રકારના આચાર્યનો વિરહ.” “૩. શેય વસ્તુની ગહનતા.” “૪. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય.” “પ. હેતુ અને ઉદાહરણનો અસંભવ.”
हेऊदाहरणासंभवे, अ, सह सुट्ठ जं न बुझेजा । सव्वन्नुमयमवितह, तहावि तं चिंतए मइमं ।।२।। अणुवकयपराणुग्गह-परायणा जे जिणा जगप्पवरा । जियरागदोसमोहा य, नन्नहा वाइणो तेणं ।।३।।