________________
૪૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
454 તો પછી વિચારો કે, એવા આત્માઓને પરમાત્માની મૂર્તિ પણ શું કરે ? અરે ! કેટલાક તો ચૈત્યવંદન પણ સડસડાટ બોલી જાય અને નજર પણ ભગવાન સામે ન હોય, જાણે પંજાબ મેલ ચાલ્યો ! આવા આત્માને મૂર્તિ શું અસર કરે ? પોતે જ અયોગ્ય છતાં ઉપરથી પાછા કહે છે કે, “અમે સારા પણ આમાં કંઈ નથી.” ખરેખર આ રીતે તો એ પાપાત્માઓ પોતાની ખામીનો આરોપ અનંતજ્ઞાની ઉપર, અનન્ત જ્ઞાનીઓની મૂર્તિ ઉપર અને અનન્ત જ્ઞાનીના આગમ ઉપર મૂકવાની ધૃષ્ટતા કરે છે ! ખરેખર, એવાઓ રસ્તાના રખડતા ભિખારી કરતાં પણ ભૂંડા છે, કારણ કે, રસ્તે રખડનાર ભિખારીઓ પણ સમજે છે કે, અમારા પોતામાં માલ લેવાની તાકાત નથી, એ ઉપરથી એમ ન જ કહેવાય કે, જગતમાં વસ્તુ મળતી નથી.
એક પૈસો લઈને જાય તો કંદોઈ ચણા-મમરા જ ખોબો ભરીને આપે, પણ બરફીના ટુકડા ન જ આપે !” એવું તો એક નાનું બાળક પણ સમજે છે અને કદાચ અજ્ઞાન હોઈ તે બરફીના ટુકડા માંગે તોયે એ કહે છે કે, “ભાઈ ! એક પૈસામાં ન આવે, એનાથી તારું પેટ પણ નહિ ભરાય, એક પૈસામાં ખોબો ભરીને તો મમરા કે ચણા જ આવે.” આવું સાંભળીને પેલો અજ્ઞાની કહે કે, એને ત્યાં માલ જ નથી” તો સાંભળનાર ઝટ કહે કે, “માલ તો ઘણોયે છે પણ તું ભિખારી છે.”
આ જ રીતે પોતાની ખામીનો આરોપ પરમાત્માની મૂર્તિ ઉપર, પરમાત્માના પંથે વિહરતા મુનિપુંગવો ઉપર અને પરમાત્માએ પ્રણીત કરેલાં આગમો ઉપર કરનારા પામરોને તેઓમાં રહેલી પામરતાનો ખ્યાલ કરાવવા તમારે પણ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, અને સમજાવવું જોઈએ કે, તમારામાં રહેલી મતિમંદતાદિના યોગે ગીતાર્થ ગુરુદેવો દ્વારા સમજાવાતી પ્રભુપ્રણીત આજ્ઞાઓ તમારાથી ન સમજાય, તો પણ તેમાં શંકા કરી કરીને તમે નાહક પાયમાલીના પંથે ન ચઢી જાઓ, પણ એમ જ વિચારો કે, સર્વજ્ઞ પરમાત્માનો મત સાચો જ છે, કારણ કે, આ વિશ્વમાં રહેલા એકના એક અને શ્રેષ્ઠ એવા શ્રી અરિહંતપદે બિરાજતા શ્રી જિનેશ્વરદેવો નિષ્કારણ ઉપકારી હોવા સાથે-રાગ, દ્વેષ અને મોહ કે જે સર્વ પાપોનાં મૂળરૂપ છે, તેનો સર્વ પ્રકારે વિજય કરનારા હોવાથી, તે પરમતારકો કદી જ અન્યથાવાદી એટલે અસત્યવાદી હોતા નથી, પણ જેવું હોય તેવું જ કહેનારા હોય છે, અને એ જ કારણે ઉપકારીઓના કથન મુજબ તમારે પણ જો તમારામાં આત્મકલ્યાણની સાચી આકાંક્ષા હોય, તો પોતાના અંતરમાં